Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીને લઈને વોર્ડ નંબર 1ના સ્ટેશન મુસ્લિમ સમાજ દ્વારા અનોખો પ્રયાસ કરવામાં આવ્યો.

છોટાઉદેપુર નગરપાલિકાના સાત વોર્ડના 28 મતદાન મથકો પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે છોટાઉદેપુર નગરપાલિકા મત વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર 1માં સ્ટેશન મુસ્લિમ ઘાંચી સમાજની તંજીમ દ્વારા અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેમાં તમામ ઉમેદવારોના સર્વ સંમતિથી મતદારોને કોઈ તકલીફ ન પડે તે માટે કાઉન્ટર ઊભું કરવામાં આવ્યું હતું. જેમાં એક જ કાઉન્ટર ની અંદર તમામ ઉમેદવારના સમર્થકો અને મતદારોએ પોતાની રીસીપ કઢાવીને શાંતિપૂર્ણ રીતે મતદાન કર્યું હતું. તેમજ તમામની માટે એક સુવિધા ઉભી કરી એક ઉત્તમ ઉદાહરણ સમાજ તરફથી પૂરું પાડવામાં આવેલ છે. આયોજન બદલ પ્રશાસન અને સામાજિક આગેવાનો અને ઉમેદવારોએ પ્રશંસા કરી હતી. અને સમાજના આગેવાનોએ પોલીસ પ્રશાસન અને તંત્ર અને મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો.

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

વન વિભાગ છોટાઉદેપુર દ્વારા વડાપ્રધાનના જન્મદિવસને લઈને એક પેડ માં કે નામ કાર્યક્રમ

admin

છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના અપગ્રેડેશનનું લોકાર્પણ

admin

છોટાઉદેપુરના હાટ બજારમાં ચેન સ્નેચિંગ કરતી મહિલા ઝડપાઈ,

admin

Leave a Comment