Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

આજથી શરૂ થનાર ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડની ધોરણ ૧૦ ના પરિક્ષાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી પરિક્ષા ખંડમાં પ્રવેશ કરાયો.

ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા આજથી શરૂ થનાર ધોરણ ૧૦ અને ૧૨ ના પરિક્ષાર્થીઓને પરિક્ષા ખંડ માં પ્રવેશતા પહેલા ઈકો યુનિટી ટ્રાઈબલ પ્રોગ્રેસ ઈનિશયેટીવ ચેરીટેબલ ટ્રસ્ટ છોટાઉદેપુર દ્વારા વિદ્યાર્થીઓને સ્વાગત સમ્માન કરવામાં આવ્યા હતા. જેમાં ઈકો યુનિટી ટ્રાઈબલ પ્રોગ્રેસ ઈનિશયેટીવ ચેરીટેબલ ટ્રસ્ટ છોટાઉદેપુર ના ગોપાલભાઈ રાઠવા, નિરંજનભાઈ રાઠવા આર.એફ.ઓ, વાલસિંગભાઈ રાઠવા, ભાયાભાઈ રાઠવા, ડો.જયેશ રાઠવા ઉપરાંત સબજેલ છોટાઉદેપુરના સુપ્રિટેન્ડેન્ટ ડીકે પરમાર સહિત ઉપસ્થિત રહી દરેક વિદ્યાર્થીઓને એક બોલપેન તથા ગુલાબનુ ફુલ આપીને પરિક્ષામાં કોઈ પણ પ્રકારના ડર કે ગભરાહટ વગર મુક્ત મને પરિક્ષા આપી શકે તે માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

જિલ્લાની સૌથી મોટી અને શ્રેષ્ઠ કહી શકાય એવી એસ એફ હાઈસ્કૂલ તથા ઈકબાલ હાઈસ્કૂલ છોટાઉદેપુર ખાતે વિદ્યાર્થીઓને પરિક્ષામાં વિશ્વાસ કેળવાય અને વર્ષ દરમિયાન પરિક્ષા માટે કરેલ તૈયારીઓ ને પરિક્ષા ના ત્રણ કલાક દરમ્યાન સારી રીતે નિખારી શકે તે માટે આર એફ ઓ નિરંજનભાઈ રાઠવા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અને પરિક્ષા એ અભ્યાસ માટે આગળ વધવા નુ એક પગથિયું છે. આપણા જીવન ની છેલ્લી પરીક્ષા નથી તેમ જણાવી કોઈ પણ પ્રકારના માનસિક દબાણ કે મનમાં કોઈ પણ પ્રકારના ડર વગર મુક્ત મને સ્વસ્થ મને પરિક્ષા આપવા સહિત નું માર્ગદર્શન આપ્યું હતું.

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

બે દિવસથી માર્ગો તૂટી ગયો ગામના લોકો દ્રારા સૂત્રોચ્ચાર છતાં તંત્રના અધિકારીઓના આવતા લોકો મુશ્કેલીમાં

admin

નસવાડી તાલુકાના બોરવાણી ગામની પ્રાથમિક શાળામાં શિક્ષકોનો અભાવ, આદિવાસી બાળકોનું ભવિષ્ય પ્રશ્નચિહ્ન હેઠળ

admin

છોટાઉદેપુર ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ.

admin

Leave a Comment