40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા કોર્પોરેશનમાં કોન્ટ્રાકટ હેઠળ ફરજ બજાવતા સીક્યુરીટી કર્મચારીઓ મહિનો વીતવા છતાં વેતનથી વંચિત

વિપક્ષનેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો અને કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરવા માંગ કરી

વડોદરા કોર્પોરેશનમાં કોન્ટ્રાકટ હેઠળ ફરજ બજાવતા સીક્યુરીટી ગાર્ડનું શોષણ થતું હોવાની અનેકવાર ફરિયાદો ઉઠી છે. તેવામાં ફરી એક વખત મહિનો વીતવા છતાં કર્મચારીઓના વેતન ન થતા સીક્યુરીટી એજન્સીના સંચાલકો સામે સવાલો ઉઠ્યા છે. આવું પહેલીવાર નથી થયું આ સમસ્યા સીક્યુરીટી ગાર્ડ માટે સામાન્ય બની છે. પરંતુ, ઇજારદાર બીલો પાસ થયા નથી તેવી છટકબારી શોધી કાઢે છે. તો, સત્તાધીશો પણ આ બાબતે જરૂરી કાર્યવાહી ન કરતા એજન્સીઓને છુટ્ટો મળી રહ્યો છે. સમયસર વેતન ન મળવાથી સીક્યુરીટી ગાર્ડ અનેક સમસ્યાનો સામનો કરી રહ્યા છે, તેને લઈને આજે વિપક્ષનેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ્ય મુન્સીપલ કમિશનર દિલીપ રાણા ને પત્ર લખ્યો હતો કે વડોદરા કોર્પોરેશન સ્ટાફને સમયસર પગાર ચૂકવવો જોઈએ અન્યથા આ કંપનીને બ્લેક લિસ્ટ કરવાની માંગ આગોતર બજેટની સભામાં પણ કરવામાં આવી હતી

વડોદરા કોર્પોરેશનમાં વિવિધ સ્થળો ઉપર વડોદરા મહાનગરપાલિકાના સીક્યુરીટી શાખા દ્વારા જવાનો (સીક્યુરીટી) તૈનાત કરવામાં આવે છે અને તેનો ઇજારો આપવામાં આવે છે. મહાનગરપાલિકામાં આવતા રસ્તા, કચેરીઓ, તળાવો, બગીચાઓ, વોર્ડ ઓફીસો વિગેરેમાં અલગ અલગ સીક્યુરીટી એજન્સી દ્વારા સીક્યુરીટી જવાનો કોન્ટ્રાક્ટ બેઝ પર મુકવામાં આવ્યા છે. તાજેતરમાં તેઓનાં મહીનાનો અપાતો પગારમાં ગેરરીતી આચારવામાં આવી રહી હોવાની બૂમો ઉઠી હતી. સિક્યુરિટી એજન્સી દ્વારા ૩૦ દિવસ હાજરી ભર્યા પછી ફ્ક્ત 26 દિવસનો જ પગાર આપવામાં આવે છે અને મહિનામાં એકપણ વાર રજા આપવામાં આવતી નથી. આવી રજૂઆત ધ્યાને આવ્યા બાદ સીક્યુરીટી એજન્સી તરફથી કર્મચારીઓને તતડાવી આ મામલે ચુપકીદી સાંધવા જણાવ્યું હતું. તેવાંમાં હવે મહિનો વીતી જવા છતાં હજુ સુધી સિક્યુરિટી જવાનોના વેતન ન થતા તેઓ આર્થિક સંકળામણ અનુભવી રહ્યા છે. જો તેઓ ફરીયાદ કરે તો તેઓને ધાકધમકીઓ આપવામાં આવે છે કે કાલથી નોકરીમાંથી છુટા કરી દેવામાં આવશે. આમ નોકરી ગુમાવવાના બીકને લીધે બોલાતુ નથી.

Related posts

શ્રી રંગ રાજેશ આયરે દ્વારા વૃદ્ધો ને આંખ ની સારવાર માટે તાજપુર લય જવાયાં

admin

વડોદરા શહેર જિલ્લા નિવૃત પોલીસ કર્મચારીઓ ગ્રુપ દ્વારા સ્નેહ મિલન તેમજ રાષ્ટ્રીય સ્તરે એથ્લેટિક્સમાં ખેલાડીઓએ મેળવેલી સિદ્ધિઓ માટે સન્માન કાર્યક્રમનું આયોજન

admin

વડોદરા શહેરના સુરસાગર પાતાળેશ્વર મહાદેવ મંદિર ખાતે રુકમણી વિવાહ અને પાલખી યાત્રામાં ભક્તોનો ઉમળકો

admin

Leave a Comment