વડોદરાના સુભાનપુરા સુરેશ ભજીયા ચાર રસ્તા પાસે ગોરવા પોલીસે એક યુવતી અને યુવકને શંકાસ્પદ હાલતમાં જોઇ તપાસતાં તેમની પાસેથી એક તોલાની સોનાની ચેન મળી આવી હતી. જે બાબતે પૂછપરછ કરતાં આ ચેન યુવતીએ તેના સબંધીને ત્યાંથી બે મહિના પહેલાં મોબાઈલ લેવા માટે ચોરી કરી હોવાની માહિતી બહાર આવી હતી. પોલીસે લક્ષ્મીપૂરા ના રહેવાસી નુપુર વિઠ્ઠલ અને જયરાજ સિંગ ની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

