43.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

એફ.આર.સી.ના નિયમો અંગેની વિસંગતતાઓ અંગે શાળા દ્વારા સ્પષ્ટીકરણ જાહેર કરવાની માંગ સાથે રજૂઆત

એફ.આર.સી.ના નિયમો અંગેની વિસંગતતાઓ અંગે શાળા દ્વારા સ્પષ્ટીકરણ જાહેર કરવાની માંગ સાથે વિગ્બોયર સ્કૂલના વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા એફ આર સી કમિટીને કરવામાં આવી રજૂઆત

શહેરમાં કેટલીક શાળાઓ દ્વારા એફ આર સી ના નિયમોનું પાલન કરાવવામાં આવતું નથી તથા એફ આર સી ની ગાઇડલાઇન્સ તથા કોર્ટ નાણાકીય વર્ષ 2017-2020 દરમિયાન વાલીઓની તરફેણમાં ચૂકાદો આપ્યો હતો તેમ છતાં શાળાએ ફી પરત નથી કરી વિગ્બોયર સ્કૂલના વિદ્યાર્થીઓના વાલીઓએ આજે વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારી ની કચેરી ખાતે એફ આર.સી.કચેરી ખાતે આવેદનપત્ર સાથે રજૂઆત કરવામાં આવી હતી જેમાં વાલીઓએ આક્ષેપ સાથે જણાવ્યું હતું સ્કૂલ દ્વારા ધોરણ -6ના વિધ્યાર્થીઓ પાસેથી રૂ.1,74,000ની ફી લેવામાં આવે છે પરંતુ આ ફી શેના માટે અને કયા નિયમોને આધીન લેવામાં આવે છે તેની કોઇ સ્પષ્ટતા વાલીઓને આપવામાં આવતી નથી કે નોટિસ બોર્ડ પર મૂકવામાં આવતી નથી.વાલીઓ જે ફી ભરી રહ્યાં છે તે ફી શાના માટે અને કેટ કેટલી ફી લેવામાં આવે છે તે જાણવાનો હક્ક છે સાથે જ શાળામાં એવા તો કયા પુસ્તકો છે જે અન્ય શાળાઓમાં રૂ.5,000મા મળે છે જ્યારે અહીં રૂ.35,000જેટલી રકમ લેવામાં આવે છે.ત્યારે આ તમામ બાબતે વિગ્બોયર સ્કૂલના વિદ્યાર્થીઓના વાલીઓ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે એફ આર સી સમિતિ સમક્ષ રજૂઆત કરવા માટે આવ્યા હતા અને વહેલી તકે શાળા દ્વારા આગામી નવા સત્ર માટેની ફી અંગે એફ આર સીના નિયમો મુજબ સ્પષ્ટતા કરે તેવી રજૂઆત કરવામાં આવી હતી.

Related posts

ડભોઈ થરવાસા રોડ પર નર્મદા કેનાલ પાસે કચરાના ગંજ; હોસ્પિટલ વેસ્ટ અને એઠવાડથી રોગચાળાની ભીતિ

admin

વડોદરાના GIDC વિસ્તારમાં આવેલ ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડે ઝડપી કાબૂ મેળવ્યો

admin

શિક્ષણ સમિતિના ચોથા વર્ગના નિવૃત્ત મહિલા કર્મચારી રસ્તા પર ભીખ માંગીને ગુજરાન ચલાવવા મજબૂર બન્યા

admin

Leave a Comment