ટ્રાફિકથી ધમધમતા રોડ પર 50 વર્ષ જૂના શાસ્ત્રી બ્રિજનો એક ભાગ ધડાકા સાથે પડતાં વાહનચાલકોમાં નાસભાગ મચી હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. ઘટનાને પગલે સામાજિક કાર્યકરો, સ્થાનિક અગ્રણીઓ અને લોકો એકત્ર થઈ તાત્કાલિક ધોરણે સમારકામ શરૂ કરવા માંગ કરી હતી. બીજી તરફ પાલિકાની ટીમે પહોંચી સમારકામની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. મહત્વનું છે કે 50 વર્ષમાં એક પણ વખત બ્રિજનું રિનોવેશન કરવામાં નથી આવ્યું.

