લીંબડી- વઢવાણનાં ફાયર બ્રિગેડ ટીમ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.
ઘરમાં પડેલા પેટ્રોલનો જથ્થો આગનું કારણ હોવાનું પ્રાથમિક તબક્કે પોલીસ તપાસનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
લીંબડી તાલુકાના રળોલ ગામે રહેણાંક વિસ્તારમાં અચાનક આગ ભભુકી ઉઠી હતી.અને જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને આગની જ્વાળાઓમાં ઘરમાં એક મહિલા તથા બે યુવાનો જેમાં ફાતુબેન હસનભાઈ ટીબલીયા તથા રમજાનભાઈ સાદીક્ભાઇ ટીબલીયા અને મોઈનભાઈ હનીફભાઇ ઢોળીતર જીવતાં ભુંજાઇ જતાં ત્રણ લોકોનાં ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજયા હતાં.
પ્રાપ્ત થતી વિગતો મુજબ રળોલ ગામે ગત સાંજે ચુલા પર પેંડા બનાવતી વખતે પેટ્રોલનો છુટક કેરબો મુકવા આવેલા યુવાનનાં હાથમાંથી કેરબો છટકતા પેટ્રોલ ઢોળાતા એકાએક આગ ભભૂકી ઉઠી હતી અને યુવાન દાઝી જતા તે સળગતી હાલતમાં દોડીને તળાવમાં પડતુ મુક્યું હતું.
જ્યારે ઘરમાં એકાએક વિસ્ફોટ થતાં રૂમમાં મોબાઇલ પર ગેમ રમી રહેલા બે કિશોર તથા પેડા બનાવી રહેલા મહિલાનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજયા હતાં..
ઘટનાની જાણ થતાં લીંબડી તથા વઢવાણ અને સુરેન્દ્રનગરનાં ફાયર ટીમે ભારે જહેમત બાદ ફાયર ફાઇટરની ટીમ સાથે આગ ને કાબુમાં લીધી હતી.
રળોલ ગામે મસ્જિદ પાસે રહેણાંક મકાનમાં આગ લાગતાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.
આ આગમાં અન્ય બે મકાનો પણ ઝપેટમાં અને બહાર પાર્ક કરેલી બોલેરો પીકઅપ વાન પણ આગમાં ભસ્મીભૂત થઈ ગઈ હતી.
એફએસએલ ટીમ અને પાણશીણા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયા હતા.
રિપોર્ટર : ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર

