લીંબડી મનદીપ હોલ ખાતે ભાજપનાં 46માં સ્થાપના દિવસ સપ્તાહ ઉજવણી અંતર્ગત 61-લીબંડી વિધાનસભાનાં પરિવારનાં સક્રિય સદસ્ય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય કિરીટસિંહ રાણાએ જણાવ્યું હતું કે ભાજપનાં કાર્યકરોએ માત્ર પાર્ટીનું બળ નથી,પરંતુ પાર્ટીનું હૃદય અને આત્મા છે.
ભારતીય જનતા પાર્ટીની સ્થાપનાથી લઈને આજ દિવસ સુધી અસંખ્ય ઘડવૈયાઓએ બલિદાનો આપ્યા છે.એ ક્ષણો તાજી કરીને ભારતીય જનતા પાર્ટીનાં સુદ્રઢ સંકલ્પો થકી સંગઠન વધુ મજબૂત બને,રાષ્ટ્રહિતનાં કાર્યો કરી વિકાસની ગતિમાં હરણફાળ ભરીને પ્રગતિ થાય તેવા સંકલ્પ સાથે આગળ વધવા માટે હાંકલ કરી હતી.
મનદીપ હોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા સાંસદ ચંદુભાઈ સિહોરા,પ્રદેશ ભાજપ સંયોજક મનિષભાઇ પટેલ તથા ધારાસભ્ય કિરિટસિંહ રાણાની ઉપસ્થિતિમાં ભાજપના સદસ્યતા અભિયાન દરમ્યાન શ્રેષ્ઠ કામગીરી કરનારા સદસ્યોનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પ્રકાશભાઈ સોની,શંકરભાઈ દલવાડી,હરપાલસિંહ ઝાલા,વનરાજભાઈ રોજાસરા,અજીતસિંહ ટાંક,કૃષ્ણસિંહ રાણા,ગોવિંદભાઇ લકુમ,જિલ્લા પંચાયત સદસ્ય રમેશભાઇ સોયા,લાલજીભાઈ કમેજળિયા,તનકસિંહ રાણા, લખધીરસિંહ જાદવ,ખેંગારસિંહ બોરણા દશરથસિંહ રાણા,એ.ડી.વારૈયા, વનરાજસિંહ બોરાણા,સંજયભાઈ અમદાવાદીયા સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર : ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર

