Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

રાવપુરા વિધાનસભા મત વિસ્તારના પ્રશ્નો મુદ્દે પાલિકામાં બેઠક મળી

વડોદરા મહાનગરપાલિકાની કચેરી ખાતે રાવપુરા વિધાનસભા મત વિસ્તારના પાલિકા ને લગતા પ્રશ્નોના મુદ્દે બેઠક યોજવામાં આવી હતી જેમાં વોર્ડ નંબર 14 અને 16 ના કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા હતા.

મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાના અધ્યક્ષ સ્થાને મળેલી આ બેઠકમાં વોર્ડ નંબર 14 માં મુખ્યત્વે વરસાદી પાણીનો ભરાવો અને રામનાથ તળાવનું જે કામ ચાલી રહ્યું છે તે પોતે ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે વાડી જીઇબી થી નાની શાક માર્કેટ વિમલ બેકરી પાસેની કાસ ની સફાઈ કરાવી અને રામનાથ તળાવમાં બારેમાસ પાણીની આવક કઈ રીતે થાય તે બાબતે મ્યુનિસિપલ કમિશનરનું ધ્યાન દોર્યું હતું.

જ્યારે બીજી તરફ વોર્ડ નંબર 16 માં વરસાદી પાણીના નિકાલ માટેની રજૂઆત કરાઈ હતી અને ભવિષ્યમાં પાણી ન ભરાય તે માટેનું આયોજન કરવા સૂચન કરાયા હતા.

તો મ્યુનિસિપલ કમિશનર દ્વારા તમામ મુદ્દા ને સકારાત્મક લઈ અને આયોજન કરવાની ખાતરી આપી હતી.

આ બેઠકમાં વોર્ડ નંબર 14 ના કાઉન્સિલર નંદાબેન જોશી સચિન પાટડીયા જેલમ ચોકસી હરેશ જિંગર અને વોર્ડ નંબર 16 માંથી સ્નેહલબેન પટેલ હાજર રહ્યા હતા.

Related posts

વિસાવદર લાયન્સ કલબ દ્વારા કવિશ્રી નર્મદ જન્મજયંતી સાથે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ ઉજવાયા.

admin

સિગ્નેટ હબમાં મની સોલ્યુશન નામથી ઓફિસ ચલાવતા સંચાલકે કન્ઝ્યુમર સહિતની લોન અપાવવાની લાલચે પ્રોડક્ટ કટિંગ કરાવી લોકો સાથે ઠગાઈ કરી

admin

ડભોઇ તાલુકાના 12 શાળાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

admin

Leave a Comment