Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોબોડેલી

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના રાજવાસણા ગામ પાસે હેરણ નદી ઉપર 128 કરોડના ખર્ચે ગુજરાતના સૌપ્રથમ રબ્બર ડેમ બનશે.

આ ડેમ 1958માં બનેલ છે. જર્જરિત થઈ જતા 30 ગામોને સિંચાઇનો લાભ મળતો ન હતો. જ્યારે રેતીના કાપથી આખો ડેમ ભરાઈ જતા પાણી વહી જતું હતું.

આ રબ્બર ડેમની કામગીરી બોડેલી ખાતે આવેલ સિંચાઇ વિભાગની નંબર 2ની કચેરીને સોંપવામાં આવી છે.

50થી વધુ ગામોને ડેમ બનશે. તો ફાયદો થશે. આ વિસ્તારને કેનાલના સિંચાઇના પાણી મળતા ના હતા.

આ રબ્બર ડેમ 110 મીટરની લંબાઈમાં 6 મીટર ઊંચો બનશે. જેનાથી નદીમાં કાપ આવે છે. અને રેતી ધસરાઈને આવે છે. તે રોકાઈ નહીં.

આ ડેમ બને તો ડેમના ઉપરવાસના 50 થી વધુ ગામો ને સિંચાઇ અને પીવાના પાણી ની મુશ્કેલી નો અંત આવશે. જ્યારે 28 કરોડ ના ખર્ચે કેનાલો પણ બનનાર છે. જેનાથી ખેતરો માં પાણી પહોંચશે.

હાલ 30 જેટલા ગામો ઉનાળામાં પાણીની ગંભીર કટોકટી ભોગવે છે.

સ્થાનિકોએ મંત્રી અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો.

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

આંબાડુંગર ગામના મહેશભાઈ ભીલનું પોતાના ઘરનું સ્વપ્ન થયુ સાકાર

admin

છોટાઉદેપુર તાલુકાના છેવાડાના બોર્ડર વિલેજના 25 જેટલા ગામડાને જોડતો રસ્તો બિસ્માર હાલતમાં

admin

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર ખાતે જિલ્લા કક્ષાની પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી

admin

Leave a Comment