43.5 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 29, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરના સ્મશાનોનો ઇજારો આપતા પહેલા ફેર વિચારણા કરો

વડોદરા મહાનગરપાલિકા એક સ્વાયત સંસ્થા છે જે નાગરિકોના વેરા થી સુવિધાઓ આપવામાં આવે છે વડોદરા શહેરમાં કેટલાય વર્ષોથી સ્મશાનોમાં સારી વ્યવસ્થાઓ હતી પરંતુ વડોદરા મહાનગરપાલિકાની બેદરકારીના કારણે તમામ સ્મશાનો બેહાલ થઈ ગયા અને હવે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સંસ્થા એજન્સીઓને એક મૃતદેહ પાછળ 7,500/- ચૂકવવાનું આયોજન કર્યું છે જેનો વર્ષનો કુલ નાણા 10.45 કરોડનો ખર્ચ થનાર છે તે તમામ નાણાં વડોદરા ની જનતા ના જ ચૂકવવાના છે જે કામગીરી વર્ષમાં 5 કરોડમાં થતી હતી તેના 10.43 કરોડ આપવા બાબતનો સખ્ત વિરોધ છે સાથે ખાસ વાળી સ્મશાનમાં સીએસઆર ફંડ થકી 15 કરોડમાં નવીનીકરણ થયેલું છે ત્યારે એજન્સી સંસ્થા ને સીધો લાભ લેવા તત્પર છે તો વડોદરા મહાનગરપાલિકા પોતે જ કેમ કામગીરી કરવા તૈયાર નથી?
જનતાની સેવા કરવા તત્પર છો કે જનતાના વેરાના નાણા નું ભ્રષ્ટાચાર કરવા તત્પર છો
વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરના તમામ સ્મશાનો માટે જાહેરાત કરવામાં આવે તો કેટલીય સંસ્થા ફ્રી માં કે ઓછા નાણા થી કામ કરવા તૈયાર થશે તેવી સંસ્થા એજન્સીને કામ આપવા સામાજિક કાર્યકર અતુલ ગામેચી ની વિનંતી સાથે માંગ કરતું આવેદનપત્ર ડે મ્યું કમિશનરને આપ્યું હતું સાથે જો આ બાબતે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સ્મશાનની બહાર બેસી આંદોલન કરવામાં આવશે તેવું અતુલ ગામેચીએ જણાવ્યું હતું

Related posts

વડોદરાના કરચિયા રેલવે યાર્ડમાં ફરજ દરમિયાન એક રેલવે કર્મચારીને અચાનક વીજળીનો જોરદાર કરંટ લાગ્યો

admin

દોઢ વર્ષની બાળકીના જનાજામાં હજારોની મેદનીએ ઉમટી ભીની આંખે કરી દફનવિધિ

admin

વડોદરામાં કપુરાઈ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં SMCના પ્રતિબંધ દરોડામાં 51 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

admin

Leave a Comment