37.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 29, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

દશરથ વિસ્તારની જમીનના કેસમાં નિસ્બત નહીં હોવા છતાં અરજીઓ કરી તોડ પાડતા RTI એક્ટિવિસ્ટની ધરપકડ

વડોદરાના દશરથ વિસ્તારમાં જમીનના જુદા-જુદા બે કેસોમાં અરજી કરી તોડબાજી કરનાર આરટીઆઈ એક્ટિવિસ્ટ ડાહ્યા શનાભાઇ રાજપુત (પરિવાર પાર્ક, કરોડિયા રોડ, ઉંડેરા) સામે પોલીસે ધરપકડ કરી છે. દશરથ ગામની એક જમીનમાં આરટીઆઈ એક્ટિવિસ્ટ ડાહ્યા રાજપૂતને કોઈ લેવાદેવા નહીં હોવા છતાં તેણે સરકારી વિભાગોમાં અરજીઓ તેમજ કોર્ટ કેસો કર્યા હતા. ત્યારબાદ સમાધાન પેટે તેણે જમીન માલિક પાસે 10 લાખ લીધા હતા અને કોઈ કેસ કે અરજીઓ નહીં કરે તેમ કહ્યું હતું. પરંતુ ત્યાર પછી પણ 75 લાખની માંગણી કરી અરજીઓ અને કેસ કરતા છાણી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. આર.ટી.આઈ એક્ટિવિસ્ટ ડાહ્યા રાજપૂતે દશરથની બીજી એક જમીનમાં 99 વર્ષનો ભાડા કરાર કર્યો હતો અને ત્યારબાદ જમીનદાર અને તેમના પરિવાર જનોની સામે કલેકટર તેમજ બીજા વિભાગોમાં અરજીઓ અને કેસ કરી રૂપિયાની માંગણી કરી હતી. ત્યાર પછી તેણે ધાક ધમકીઓ આપતા ગોરવા પોલીસે ડાહ્યા રાજપુત સામે ગુનો દાખલ કર્યો હતો RTI એક્ટિવિસ્ટની ધરપકડ..

Related posts

છેલ્લા ૧ એક વર્ષથી અટકેલી પ્રતિક્ષાયાદીના ઉમેદવારોને નિમણૂકપત્ર આપવા રજૂઆત

admin

વિદેશ જવા માટે વિવિધ કંપનીઓના ખોટા સર્ટિફિકેટ બનાવનાર ઈસમની કરી ધરપકડ

admin

વડોદરાના સયાજીગંજના પરશુરામ ભઠ્ઠામાં નવીનગરીમાં પીવાના પાણીની સમસ્યાને લઈ સ્થાનિકોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન

admin

Leave a Comment