33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોજેતપુર પાવી

ગુજરાત વિધાનસભાના શ્રેષ્ઠ ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ વન મંત્રી મોહનસિંહભાઈ રાઠવાનો 82મો જન્મદિવસ ઉજવાયો

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર મોહનસિંહ છોટુભાઈ રાઠવા કોલેજ ખાતે છોટાઉદેપુર અને ગુજરાત વિધાનસભાના શ્રેષ્ઠ ધારાસભ્ય, અને રાજ્યના પૂર્વ વન મંત્રી મોહનસિંહભાઈ રાઠવાનો 82 મો જન્મદિવસ ઉજવાયો હતો. જે કાર્યક્રમમાં પ્રસિદ્ધ લેખક દીપકભાઈ કાશીપુરીયા ગણપતભાઈ બેચરભાઈ નાઈ, ગણપતસિંહ કોદરસિંહ રાઠવા ના દ્વારા લખેલ “તમારે સફળ થવું છે ?” ” જીવન સૌરભ”, મારી જીવન યાત્રા, પાલનો પમરાટ, ચાલને જીવી લઈએ, અમે નિશાળના છૈયા જેવા 6 જેટલા પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ જન્મ દિવસ અને પુસ્તક વિમોચન તથા વિતરણ નો કાર્યક્રમ ડૉ રાજેન્દ્રભાઈ હાથીના આશિર્વચન હેઠળ અને છોટાઉદેપુર ધારાસભ્ય અને મોહનસિંહ રાઠવાના સુપુત્ર રાજેન્દ્રસિંહ રાઠવા ના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો. જ્યારે પાવીજેતપુરના પૂર્વ ધારાસભ્ય સુખરામભાઈ રાઠવાએ પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી. યોજાયેલ આ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં છોટાઉદેપુર જિલ્લાના આગેવાનો, વડીલો, વિદ્યાર્થીઓ, અને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા.

મોહસીન સુરતી, છોટાઉદેપુર

Related posts

પહેલગામમાં આતંકવાદી હુમલા મામલે છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ અને સભ્યોએ નિવાસી અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી

admin

છોટાઉદેપુર ખાતે શરુ કરાયેલ હોસ્ટેલની મુલાકાત લેતા કવાંટ તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ

admin

છોટાઉદેપુર જિલ્લાના નવનિયુક્ત જિલ્લા કલેકટરે હાફેશ્વરના અલગ અલગ વિસ્તારોમાં મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું.

admin

Leave a Comment