ChatGPTની ઈમેજ બનાવવાની ક્ષમતાનો લોકો ખોટો ઉપયોગ કરી રહ્યા છે. ઘિબલી એનિમે સ્ટાઈલવાળી તસવીરો બનાવતા-બનાવતા હવે ચેટજીપીટીની મદદથી નકલી આધાર કાર્ડ પણ બનાવવામાં આવી રહ્યા છે. સોશિયલ મીડિયામાં એવી ઘણી પોસ્ટ વાયરલ થઈ છે, જેમાં લોકોએ નકલી આધાર કાર્ડ શેર કર્યા છે. આ ચિંતાજનક છે, કારણ કે એઆઈનો આ રીતે ઉપયોગ કરવાથી સુરક્ષા સંબંધી ચિંતાઓ ઉભી થઈ શકે છે. સોશિયલ મીડિયામાં એવી તસવીરો પણ સામે આવી છે, જેમાં લોકોએ OpenAIના CEO સેમ ઓલ્ટમેન અને ટેસ્લાના માલિક એલન મસ્કના આધાર કાર્ડવાળા ફોટો શેર કર્યા છે. જ્યારથી ChatGPTનું ફ્રી ઈમેજ ટૂલ તમામ યુઝર્સ માટે આવ્યું છે, ત્યારથી લોકો તેનો ખૂબ જ ઉપયોગ કરી રહ્યા છે. કંપનીએ જાતે જણાવ્યું છે કે, ભારત તેના સૌથી વધતા બજારોમાંથી એક છે. ChatGPTનો ખોટો ઉપયોગ અહીં સુધી મર્યાદિત નથી, કેટલાક લોકોએ ડ્રાઈવિંગ લાયસન્સ અને પાન કાર્ડની ઈમેજ પણ શેર કરી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ બધું AI ટૂલની મદદથી બનાવવામાં આવ્યું છે.
next post

