સરકારી સહાય વગર ફક્ત દાતાઓના સહયોગથી ૨૧ વર્ષથી અવિરત સેવાની સરવાણી વહાવતી સંસ્થા
૦૪-૦૪-૨૦૦૪ ના રોજ ધોરણ ૧૦માં અભ્યાસ કરતા અને નાના નાના છોકરાઓએ બનાવેલી સંસ્થાને આજે ૨૧ વર્ષ થઈ ગયા છે. ચોટીલામાં કોઈ પણ ક્ષેત્રે માનવ સેવા, જીવદયા કે અન્ય કોઈ પણ પ્રકારની આફત હોય ચોટીલા શહેર તથા તાલુકામાં અને સૌરાષ્ટ્રમાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ ફ્કત અને ફ્કત દાતાઓના સહયોગથી રામ-રહીમ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. કોરોના મહામારી હોઈ કે તૌકતે વાવાઝોડું ચોટીલા થી રાજુલા(શિયાળ બેટ) સુધી આ સંસ્થાએ લોકોને મદદ કરી છે.
આજે રામ-રહીમ ફાઉન્ડેશન સંસ્થાનો સ્થાપના દિવસ છે તે નિમિત્તે છેલ્લા સાત દિવસથી એટલે કે એક અઠવાડિયાથી ચોટીલામાં અલગ અલગ સેવાકિય કાર્યો જેવા કે ચોટીલા ડુંગર પરિક્રમામાં ૧૫૦૦ લીટર ઠંડી છાસ અને પાણીનું વિતરણ, ચોટીલાની આશ્રમશાળાના ધોરણ ૧ થી ૮ના ૪૦ વિધાર્થીઓને નવા કપડાંનું વિતરણ અને ચોટીલાની અલગ અલગ છ ઝુંપડપટ્ટી વિસ્તારના બાળકોને ભોજન સાથે ચોટીલા તાલુકાની જસાપર, પાળીયાદ, દૂધલી, ભીમગઢ, નવાગામ અને સુખપુરા ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ધોરા ૧ થી ૮ ના ૧૦૦૦ દીકરા તથા દીકરીઓને અલગ અલગ પ્રકારની જીવન ઉપયોગી ગિફ્ટ આપીને રાજી કરવામાં આવ્યા હતા. આ સેવાનો લાભ મૂળ ચોટીલાના વતની અને હાલ અમદાવાદ રહેતા નિલેશભાઈ અંબાલાલ ખંધાર પરિવાર લીધો હતો. આ સિવાય રામ-રહીમ ફાઉન્ડેશન દ્વારા રેગ્યુલર મેડિકલ સાધન સહાય કેમ્પ છે જેનો લાભ પણ અલગ અલગ બીમારીથી પીડાતા લાભાર્થીઓ લઈ રહ્યા છે. દર વર્ષે ચકલી દિવસ નિમિતે માળા અને કુંડા નું વિતરણ પણ કરવામાં આવે છે.દશેરા મકરસંક્રાતિ જેવા તેહવાર નિમિતે સંસ્થા દ્વારા રાહતદરે મીઠાઈ તેમજ ઊંધિયા નું વિતરણ કરવામાં આવે છે.આમ છેલ્લાં બે દાયકાની રામ રહીમ ફાઉન્ડેશન દ્વારા વિવિધ લોકહિત તેમજ લોકકલ્યાણની સેવાકિય પ્રવુતિ કરવામાં આવે છે.વધુ માહિતી તેમજ સેવામાં ભાગ લેવા માટે આપ સંસ્થાના પ્રમુખ મોહસીન ખાન પઠાણ નો સંપર્ક કરી શકો છો.૯૨૨૮૪૩૨૫૬૦,૯૦૯૯૬૫૨૧૫૨
રીપોર્ટર : મુનાફ કલાડીયા, ચોટીલા



