છોટાઉદેપુર જિલ્લાના જેતપુરપાવી અને છોટાઉદેપુર તાલુકામાં રસ્તાની સુવિધાનો અભાવ હોય પ્રજાને પ્રાથમિક સુવિધાઓ અને સગવડ જેમકે આરોગ્ય શિક્ષણ અને અન્ય ઇમરજન્સી કામગીરી અર્થે જિલ્લા મથકે આવવા તાતી જરૂર હોય તે રસ્તાઓ બનાવવા અર્થે છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ સરકારમાં રજૂઆત કરી હતી. જે માંગણીને ધ્યાને રાખી સરકારે 24 કરોડ 90 લાખના ખર્ચે રસ્તા તથા સ્ટ્રક્ચરના કામો મંજૂર કરવામાં આવતા આણંદની લાગણી ફેલાઈ છે.
મોહસીન સુરતી, છોટાઉદેપુર

