ડભોઈમાં ચૈત્રી અષ્ટમીના યજ્ઞની પૌરાણિક જવાલા માતાના મંદિરે 23 યુગલોના યજમાનપદે આજે અષ્ટમીના યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું અને ભવ્ય મેળો ભરાયો હતો. અને ભવ્ય રાત્રિના ડાયરા નો કાર્યક્રમ યોજાયો હતો.
ડભોઈ પંથકનાં માઈ મંદિરોમાં ચૈત્રી અષ્ટમીનાં યજ્ઞની નગરનાં પૌરાણિક જ્વાલા માતા મંદિરે 23 યુગલોનાં યજમાન પદે શનિવારે અષ્ટમીનો યજ્ઞ યોજાયો હતો સમસ્ત ભાટીયા સમાજ અને માઈ ભક્તો દર્શનનો લહાવો લઇ ધન્યતા અનુભવી હતી અને રાત્રિના સમયે ડાયરાનો કાર્યક્રમની મજા માણી હતી. આ સાથે પંથકના મોટા ભાગના માતાજી મંદિરોમાં યજ્ઞ પૂજા આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયાહતા.સનાતન હિન્દુ ધર્મમાં આસો નવરાત્રી અને જ્વાલા માતા મંદિરે 23 યુગલોનાં યજમાન પદે ચૈત્રી નવરાત્રીની અષ્ટમીનો યજ્ઞ યોજાયો હતો.
ચૈત્રી નવરાત્રી માતાજીની આરાધના માટે ઉત્તમ ગણાય છે. ત્યારે હાલ ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે. ભક્તો દ્વારા ઉપવાસ, જવારા સ્થાપન કરી માતાજીની 9 દિવસ ભક્તિભાવ પૂર્વક આરાધના કરાઈ રહી છે. શનિવારે અષ્ટમી હોઈ નગરનાં વિવિધ મંદિરો ખાતે ધાર્મિક કાર્યક્રમો સાથે યજ્ઞ, પૂજાનાં આયોજનો કરવામાં આવ્યા હતા.જેનો માઈ ભક્તો દર્શનનો લાભ લેવા નગરનાં હીરાભાગોળ વિસ્તારમાં આવેલ પૌરાણિક જવાલા માતાજી મંદિર ખાતે ભક્તો દ્વારા યજ્ઞનું આયોજન કરાયું હતું. જેમાં 23 જેટલા યુગલો યજમાન પદે રહી વિદ્વાન બ્રાહ્મણોનાં વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજન કરી ધન્યતા અનુભવી. સાથે મહાપ્રસાદી લઇ ધન્યતા અનુભવી હતી.

