36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ડભોઇ નગરપાલિકા દ્વારા પીએમ ઇન્ટરશીપ યોજનાની કામગીરી હાથ ધરી.

ડભોઇ નગરપાલિકા દ્વારા પીએમ ઇન્ટરશીપ યોજના હેઠળ દેશની ટોચની કંપનીઓમાં ઇન્ટરશીપમા જોડાવા માટે અભ્યાસ પૂર્ણ કરેલ હોય તેવા યુવક-યુવતીઓને એક વર્ષની ઇન્ટરસિટી ની તકો પૂરી પાડવા માટે આ ઇન્ટરશીપ યોજનામાં જોડાવા ડભોઇ નગરપાલિકા દ્વારા કામગીરી શરૂ કરવામાં આવેલ છે.

આ ઇન્ટરશીપ યોજના હેઠળ એક વર્ષના સમયગાળા માટે પ્રતિ માસિક રૂપિયા 5000 નું સ્ટાઇપેડ અને રૂપિયા 6,000 ની વન ટાઈમ નાણાકીય સહાય પણ સરકાર તરફથી ચૂકવવામાં આવશે.
આ યોજનામાં ધોરણ 10 પાસ કે તેથી વધુ અભ્યાસ કરેલ તમામ યુવક યુવતીઓ આ ઇન્ટરશીપ યોજનામાં જોડાવા માટે ઈચ્છતા ઉમેદવારોની પાત્રતા ની વયમર્યાદા 21 થી 24 વર્ષની હોવી જોઈએ તેમજ ઉમેદવારના પરિવારની વાર્ષિક આવક ₹8,00,000 થી ઓછી હોવી જોઈએ. ઉમેદવારના પરિવારના અન્ય સભ્ય સરકારી નોકરી ન ધરાવતા હોવા જોઈએ. આ પીએમ ઇન્ટરનશીપ યોજનામાં જોડાવા ઈચ્છતા ઉમેદવારોએ પોતાના જરૂરી આધાર પુરાવા લઈ ડભોઇ નગરપાલિકા ખાતે આજીવિકા શાખા નો સંપર્ક કરવા જણાવવામાં આવેલ છે. આ યોજનામાં જોડાવાની છેલ્લી તારીખ 15 મી એપ્રિલ 2025 હોય ડભોઇ નગરપાલિકા દ્વારા નગરમાં રિક્ષા ફેરવી સદર યોજના અંગે લોકોને માહિતગાર કરી વધુમાં વધુ જરૂરિયાતમંદ લોકોને આ યોજનાનો લાભ પહોંચાડવા અર્થે કામગીરી આરંભી છે.

Related posts

બ્રાહ્મણ સંઘ અને ચિત્ત પાવન યુવા મંચ દ્વારા સાયબર સેફટી અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરાયું

admin

31 ડિસેમ્બરને લઈ બુટલેગરો સક્રિય, છાણી પોલીસે વિદેશી દારૂના મોટા જથ્થા સાથે ગોડાઉન ઝડપી પાડ્યું

admin

વડોદરામાં ફરી અનેક વિસ્તારોમાં પાણી ભરતા વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા પાલિકા ખાતે મોરચો માંડ્યો

admin

Leave a Comment