છોટાઉદેપુર તાલુકાના મધ્યપ્રદેશની બોર્ડર ઉપર આવેલ ભોરદલી ગામે ઉચ્ચ પ્રાથમિક શાળાની નવનિર્મિત પાંચ ઓરડાઓનું લોકાર્પણ લોકસભાના સાંસદ જશુંભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.
છોટાઉદેપુર તાલુકાના મધ્યપ્રદેશની બોર્ડર ઉપર આવેલ ભોરદલી ગામે ઉચ્ચ પ્રાથમિક શાળાની અંદર પાંચ નવીન ઓરડાઓ બનાવવામાં આવેલ છે. જ્યારે તેનું લોકાર્પણ છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુંભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવાની સાથે તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન રાઠવા, તાલુકા ભાજપ પ્રમુખ રસિકભાઈ રાઠવા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જશવંતસિંહ પરમાર, જિલ્લા ભાજપના યુવા નેતા સંગ્રામસિંહ રાઠવા, ભાજપના નેતા રાજદીપ રાઠવા,વિસ્તારના અગ્રણી વિનુભાઈ રાઠવા સહિત આગેવાનો શિક્ષકો, આચાર્ય, બાળકો સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.
મોહસીન સુરતી. છોટાઉદેપુર

