ચુડા બીઆરસી ભવન ખાતે ગ્રામ્ય કક્ષાએ કામ કરતા કોમ્પ્યુટર ઓપરેટરની મીટીંગનુ આયોજન કરવામાં આવ્યું હતું.
આ મિટિંગ ડીએલઈ હિરેનભાઇ વાઘનાં માર્ગદર્શન હેઠળ આયોજન કરાયું હતું.
જેમાં સરકારશ્રી દ્વારા ચાલતી ઈગ્રામ યોજના અંતર્ગત તાલીમ સહિત સુચનો કર્યા હતાં અને તમામ ઈ ગ્રામ સેવાઓના મુદ્દાઓ ઉપર તથા વિવિધ યોજનાઓ પર વિસ્તારથી ચર્ચા કરવામાં આવી હતી.
તેમજ કોમ્પ્યુટર અને ઇન્ટરનેટ ટેકનિકનોલોજી વિશે પણ વાત કરવામાં આવી હતી. અને ગ્રામ્ય કક્ષાએ ફરજ બજાવતા વીસીઈનાં પ્રશ્નો અને તેના ઉકેલ બાબતે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.
ગ્રામ પંચાયતોમાંથી ગ્રામજનોને સર્ટિફિકેટ અને ઓનલાઇન કામગીરી ગામડાંમાં જ ઘેરબેઠા ગ્રામપંચાયત ઓફિસમાંથી મળે તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે.
ઈ-ગ્રામ સેવા મારફત વીસીઈ દ્વારા જ 67 જેટી સરકારી સેવાઓને વધુ કાર્યક્ષમ અને પારદર્શક બનાવી લોકોને સરળતાથી લાભ મળે છે.
આ મીટીંગમાં ચુડા તાલુકા ટીએલઈ સહદેવસિહ પરમાર, તથા શૈલેષભાઈ સોલંકી તથા જયદીપસિહ ઝાલા તથા વિજયસિંહ પરમાર સહિત તમામ ગ્રામ્ય વિસ્તારોમાં ફરજ બજાવતા કમ્પ્યુટર ઓપરેટરો ઉપસ્થિત રહ્યા હતાં.
રિપોર્ટર : ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર

