વહેલી સવારે વડોદરાના રાજમાર્ગ ઉપર ભગવાન મૂર્ગન ની શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું સુરસાગર તળાવથી શરૂ થયેલી આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં વડોદરામાં વસતા દક્ષિણ ભારતીય લોકો રંગે ચંગે આ શોભાયાત્રામાં જોડાયા હતા જ્યાં મુરુગનના ભક્તો મુરુગન મંદિરોમાં ચિહ્નિત પ્રતિજ્ઞા પૂર્ણ કરવા માટે કવડી ધારણ કરે છે.ભક્તો ધાર્મિક વિધિ ભગવાન કાવડીને ધારણ કરી હતી.
વર્ષોથી વડોદરામાં અનેક ધર્મ અને પ્રાંતના લોકો વસવાટ કરે છે તેના કારણે જ વડોદરાને સંસ્કારી નગરીનો બિરુદ પ્રાપ્ત થયું છે ત્યારે આજરોજ વડોદરામાં વર્ષોથી વસતા દક્ષિણ ભારતીય લોકોના ઇષ્ટદેવ ગણાતા એવા ભગવાનની મુર્ગન એટલે ભગવાન કાર્તિકેની શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું.
દેવાધિદેવ મહાદેવના જેષ્ઠ પુત્ર તરીકે ભગવાન કાર્તિકે નું પૂજન અર્ચન દેશના દક્ષિણ ભાગમાં કરવામાં આવે છે ત્યારે વડોદરામાં વસતા દક્ષિણ ભારતીય લોકો દ્વારા 55 મી પંગુની ઉત્થિરામ ઉત્સવ શોભાયાત્રા નું આયોજન કરવામાં આવી, બ્રહ્માંડ પુરાણ સૂચવે છે કે પંગુની ઉથિરામના દિવસે, લાખો દેવો તિરુપતિના વેંકટેશ્વર મંદિરના સાત પવિત્ર કુંડોમાંના એક, તુમ્બુરુ તીર્થમાં સ્નાન કરે છે . આ પ્રસંગે મંદિરના કુંડમાં સ્નાન કરવાથી પુનર્જન્મના ચક્રમાંથી મુક્તિ મળે છે. તમિલનાડુના કાંચીપુરમ ખાતે આવેલા એકમ્બરેશ્વર મંદિરમાં પૃથ્વી લિંગ, જે પૃથ્વી તત્વનું લિંગ છે, તેની પૂજા માટે આ દિવસનું વિશેષ મહત્વ છે, જ્યાં ઉત્સવો 13 દિવસ સુધી ચાલે છે.
પ્રાદેશિક પરંપરા અનુસાર, ગૌરીના રૂપમાં પાર્વતીએ કાંચીપુરમમાં શિવ સાથે લગ્ન કર્યા હતા . તેથી, આ દિવસને ગૌરી કલ્યાણમ તરીકે પણ ઉજવવામાં આવે છે. ત્યારે,આજરોજ વડોદરાના રેલ્વે સ્ટેશન નજીક આવેલ ભગવાન મુર્ગનના મંદિરમાં વહેલી સવારથી જ દક્ષિણ ભારતીય લોકો દર્શનાર્થે ઘસારો જોવા મળ્યો હતો સાથે જ શોભાયાત્રામાં પણ મોટી

