Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત ખોવાયેલ કુલ-૧૫ મોબાઈલ શોધી મુળ માલીકોને પરત આપી “પોલીસ પ્રજાનો મિત્ર” સુત્રને સાર્થક કરતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત અરજદારોના ખોવાયેલ કુલ-૧૫ મોબાઈલ શોધી કુલ કિ.રૂ.૩,૫૩,૦૦૦/ – નો મુદ્દમાલ શોધી કાઢી મુળ માલીકોને પરત આપી “પોલીસ પ્રજાનો મિત્ર” સુત્રને સાર્થક કરતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ…….

ઇમ્તીયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સુચના કરેલ કે કેન્દ્ર સરકારના મહત્વકાંક્ષી CEIR પોર્ટલ પર આવેલ અરજીઓના એક્ટીવ થયેલ મોબાઇલ ફોન શોધી કાઢી અરજદરોને પરત કરવા સુચના કરેલ …….

જે અન્વયે એમ.એફ.ડામોર પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફને અરજદારોના ગુમ થયેલ મોબાઈલ શોધી કાઢવા જરૂરી માર્ગદર્શન આપેલ જે અનુસંધાને કુલ ૧૫ અરજદારોના ૧૫ મોબાઇલની અરજીઓની વિગત CEIR પોર્ટલ પર અપલોડ કરી CEIR પોર્ટલ પર સદર મોબાઈલમાં અન્ય સીમકાર્ડ એકટીવ થતા ટેકનીકલ સોર્સના આધારે મોબાઈલ અત્રેની કચેરી લાવી અરજદારોનો સંપર્ક કરી અરજદારોના કુલ મોબાઈલ નંગ ૧૫ જેની કુલ કિ.રૂ.૩,૫૩,૦૦૦/- નો મુદામાલ અરજદાર નાઓને સાંસદ જશુભાઇ રાઠવા, છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા નાઓના હસ્તે પરત આપી “પોલીસ પ્રજાનો મિત્ર સુત્રને છોટાઉદેપુર જીલ્લા પોલીસ સાર્થક કરેલ છે

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

જેતપુર પાવી તાલુકાનાં કુંડલ ગામે સાંસદ અને ધારાસભ્યના હસ્તે ડામર રોડનું ખાતમુહૂર્ત

admin

છોટાઉદેપુર તાલુકા શાળા નંબર એક ખાતે વિદ્યા સહાયક ભરતી ધોરણ એક થી પાંચ ગુજરાતી માધ્યમ વર્ષ 2024નો સ્થળ પસંદગી કેમ્પ યોજાયો

admin

છોટાઉદેપુર જિલ્લાના ઓરસંગ નદીના પટ્ટમાં કાકડીના વાવેતરમાં મબલખ પ્રમાણથી ખેડૂતોને નુકશાન

admin

Leave a Comment