43.6 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
ગુજરાતધર્મ દર્શન

વિશ્વ પ્રસિદ્ધ સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે હનુમાન જન્મોત્સવ મહોત્સવની ભવ્ય ઉજવણી

બોટાદ જિલ્લામાં આવેલ વિશ્વ પ્રસિદ્ધ સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે હનુમાન જન્મોત્સવ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી,ભક્તોનું ઘોડાપુર ઉંમટી પડ્યુ..

સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી ની પ્રેરણાથી તથા કોઠારી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી દાદાના દરબારમાં હનુમાન જન્મોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આજે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને પ્યોર સોનાના 8 કિલો સોનામાંથી બનેલા 9 કરોડના વાઘા પહેરવામાં આવ્યા હતા. ચૈત્ર સુદ પૂનમ હનુમાન જયંતી નિમિત્તે પંચમુખી હનુમાનજી મહારાજની મૂર્તિનો અભિષેક અને ભવ્ય અન્નકૂટ ધરાવામાં આવેલ.51,000 બલૂનડ્રોપથી ભક્તોનું સ્વાગત કરાયુ હતુ.હનુમાનજીદાદા ના સાનિધ્યમાં 250 કિલો ની કેક કાપવામાં આવી હતી.સમુહ મારૂતી યજ્ઞનું પણ આયોજન કરાયું હતું. જેમાં આચાર્ય રાકેશપ્રસાદદાસ સમૂહ યજ્ઞવિધિમાં લાભ આપ્યો અને 1000થી વધુ ભક્તો દાદાના દરબારમાં સમૂહ યજ્ઞમાં બેસવાનો લાભ લીધો હતો. બપોરે 11 કલાકે મહાઅન્નકૂટ યોજાયો હતો. હનુમાન જન્મોત્સવ નિમિત્તે સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યુ હતું મંદિર પ્રશાસન દ્વારા તમામ ભક્તો માટે મહાપ્રસાદની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.સાથો સાથ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી હતી હનુમાન જન્મોત્સવ નિમિત્તે લાખો લોકોએ હનુમાનજી દાદાના દર્શન કરીને ધન્યતાનો અનુભવ કર્યો હતો જ્યારે પોલીસ પ્રશાસન દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.હનુમાનજી મંદિરના કોઠારી વિવેકસાગરદાસ સ્વામી દ્વારા હનુમાન જન્મોત્સવ નિમિત્તે ભક્તોને શુભેચ્છામાં આવી હતી…

Related posts

કેદારનાથ યાત્રા જતા ગુજરાતના પાંચ મિત્રોને નડ્યો ‘ભયાનક અકસ્માત’ 4ના મોત

admin

હરિયાણમાં માર્ગ અકસ્માતમાં અમદાવાદના 3 પોલીસ કર્મીઓના મોત, PSI ગંભીર રીતે ઈજાગ્રસ્ત

admin

હોળીના રંગો અને સ્કીન પર થઈ રહેલ એ રંગોની આડઅસરથી બચવા માટેની ટિપ્સ

admin

Leave a Comment