43.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોબોડેલી

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાની ઢોકલીયા પબ્લિક ચેરીટેબલ હોસ્પિટલ ખાતે મોકડ્રિલ યોજાઈ

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાની ઢોકલીયા પબ્લિક ચેરીટેબલ હોસ્પિટલ ખાતે આઇ.સી.યુ. ના એસીમાં અચાનક આગ લાગી હતી. હોસ્પિટલના સ્થાનિક પ્રશાસનને આગ કાબુમાં લેવા પ્રયાસ કર્યો હતો. પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેના લીધે હોસ્પિટલ સ્ટાફ અને દર્દીઓમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. આ ઘટનાની જાણ થતાં છોટાઉદેપુર ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસ કર્યો હતો. તેમના અથાગ પ્રયાસોને અંતે આગ પર કાબુ મેળવ્યો હતો.

ઢોકલીયા પબ્લિક ચેરીટેબલ હોસ્પિટલ ખાતે આગ પર કાબુ મેળવ્યા બાદ સ્થાનિક પ્રશાસને સમગ્ર ઘટના વિશે માહિતી આપતા જણાવ્યું હતું UNITE TO IGNITE A FIRE – SAFE INDIA થીમ પર ૧૪મી થી ૨૦મી એપ્રિલ સુધી ફાયર સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. આ સપ્તાહ દરમિયાન હોસ્પિટલ, શાળાઓ તેમજ રહેણાક વિસ્તારમાં ફાયર સેફટીની ટ્રેનિંગ, મોકડ્રીલનું આયોજન કરી લોકજાગૃતી લાવવાના ભાગરૂપે ઢોકલીયા પબ્લિક ચેરીટેબલ હોસ્પિટલ ખાતે મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ મોક ડ્રિલમા પ્રાંત અધિકારી બોડેલી,
જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્રના ડીપીઓ ડિઝાસ્ટર, ડેપ્યુટીરીજનલ ફાયર ઓફિસર સમીર ગઢવી, તાલુકા આરોગ્ય અધિકારી, 108 છોટાઉદેપુર જિલ્લાના સુપરવાઇઝર, ઇન્ચાર્જ સ્ટેશન ફાયર ઓફિસર છોટાઉદેપુર, ટ્રાફિક પીએસઆઇ છોટાઉદેપુર, થાણા માલદાર બોડેલી પોલીસ, ઢોકલીયા હોસ્પિટલના ટ્રસ્ટીઓ તથા સ્થાનિક મિડિયા ઉપસ્થિત રહ્યા હતા.

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

કરાલી પોલીસ સ્ટેશન વિસ્તારના ઘોળીયાલા ગામની સીમમાં રોડ ઉપરથી સ્વીફ્ટ ડીઝાયર ગાડીમાં લઈ જવાતો દારૂ ઝડપાયો

admin

છોટાઉદેપુર જિલ્લામાં સંખેડાના બહાદરપુર જવાહર નવોદય વિદ્યાલય ખાતે તાલુકા કક્ષાનું “બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ૨૦૨૪-૨૫” કાર્યક્રમ

admin

છોટાઉદેપુરની 108 ટીમ દ્વારા 2025ના નવા વર્ષની ઉજવણી કરવામાં આવી

admin

Leave a Comment