36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર સબ જેલમાં આજીવન કેદની સજા ભોગવતા પાકા કેદી અંગારીયાભાઇ ગમજીભાઇ નાયકની રાજ્ય સરકારે બાકીની સજા માફ કરત જેલમાંથી મુક્ત થયા.

જેલ વિભાગના ડી.જી.પી. ડો. કે.એલ.એન. રાવના માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર સબ જેલના અધિક્ષક દ્વારા ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા ૨૦૨૩ની કલમ ૪૭૩ હેઠળ કરવામાં આવેલ દરખાસ્ત અને જેલ વિભાગના હકારાત્મક પ્રયાસોના કારણે રાજ્ય સરકાર દ્વારા છોટાઉદેપુર સબ જેલમાં આજીવન કેદની સજા ભોગવતા પાકા કેદી અંગારીયાભાઇ ગમજીભાઇ નાયકની બાકીની સજા માફ કરી, જેલ મુક્ત કરવાનો હુકમ કરવામાં આવેલ છે.

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના પલાસદા ગામમાં પટેલ ફળીયામાં રહેતા અંગારીયાભાઇ ગમજીભાઇ નાયકને ૨૦૦૮ની સાલમાં ખુન કેસમાં આજીવન કેદની સજા થયેલ હતી. આ કેદીએ વડોદરા સેન્ટ્રલ જેલ અને છોટાઉદેપુર સબ જેલમાં સજા ભોગવેલ હતી. છેલ્લા ૧૫ વર્ષથી આજીવન કેદની સજા ભોગવતા અંગારીયાભાઇ ગમજીભાઇ નાયકે સજા દરમિયાન જેલમાં વણાટકામ, સુથારીકામ, વીશી જવાબદાર તરીકે કામ કરેલ છે. ૧૫ વર્ષથી સજા ભોગવતા પાકા કેદી અંગારીયાભાઇ ગમજીભાઇ નાયકે ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ ૪૭૩ હેઠળ બાકીની સજા માફ કરી વહેલી જેલ મુક્તિ માટે જેલ ઓથોરીટી મારફત રાજ્ય સરકારને રજૂઆત કરેલ હતી, જે અન્વયે રાજ્ય સરકાર દ્વારા પાકા કેદી અંગારીયાભાઇ ગમજીભાઇ નાયકની જેલ જીવનની સારી કામગીરી તથા સારી ચાલ-ચલગતને ધ્યાને લઇ બાકીની સજા માફ કરીને શરતોને આધીન જેલ મુક્ત કરવાનો આદેશ કરવામાં આવતા, છોટાઉદેપુર સબ જેલમાંથી કેદી અંગારીયાભાઈ ગમજીભાઇ નાયકને જેલ મુક્ત કરવામાં આવેલ છે.

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

સાયબર ફ્રોડ અંગે લોક જાગૃતિ માટે છોટાઉદેપુર જિલ્લા પોલીસ વડા ઈમ્તિયાઝ શેખે પ્રેસ કોન્ફરન્સ યોજી

admin

જેતપુર પાવી તાલુકાના શિહોદ ગામે ભારજ નદી ઉપર નેશનલ હાઇવેનું ૨.૨૮ કરોડના ખર્ચે બનેલ ડાયવર્ઝન પાંચ મહિનામાં તુટી ગયું

admin

છોટાઉદેપુર જિલ્લા પોલીસ દ્વારા રામનવમીના તહેવારને હર્ષોલ્લાસથી ઉજવે તે સારું છોટાઉદેપુર પોલીસ દ્વારા જિલ્લામાં અલગ-અલગ શોભાયાત્રાના રૂટ ઉપર ડ્રોન દ્વારા એરિયલ સર્વેલન્સ કરવામાં આવ્યું.

admin

Leave a Comment