Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

માંડવી દરવાજાની દયનિય સ્થિતિથી ચિંતિત મહારાણી પોહોચ્યાં માંડવી દરવાજે !

વડોદરાની એતિહાસિક ધરોહર માંડવી દરવાજાની હાલત ખુબ જ કફોડી બની છે,પુરાતત્વ વિભાગે તો માંડવી દરવાજો ગમે ત્યારે તૂટી પડે તેવી ભીતિ પણ સેવી છે ત્યારે વડોદરાની આ ધરોહરને બચવવા અનેક પ્રયાસો થઇ રહ્યા છે જે વચ્ચે આજરોજ રાજવી પરિવારના મહારાણી રાધિકારાજે ગાયકવાડ હેરિટેજ નિષ્ણાંતોની ટીમને સાથે માંડવી દરવાજે પોહોચ્યાં હતા અને મરણપથારીએ પડેલા માંડવી દરવાજાની સ્થિતિનું નિરીક્ષણ કરી નિષ્ણાતો સાથે જરૂરી ચર્ચા કરી વ્યવસ્થિત રીતે માંડવી દરવાજાનું રી-સ્ટોરેશન થાય તેવી લાગણી વ્યકત કરી હતી.રાજવી પરિવારની ચિંતા વડોદરાની ધરોહરને જીવંત રાખવાની છે,ત્યારે વડોદરાની નેતાગીરી માંડવી દરવાજાને સુરક્ષિત અડીખમ રાખવા અસરકારક પગલાં લેશે તેના પર સૌની મીટ મંડાઈ છે.

Related posts

ડભોઈ પંથકમાં યુરિયા ખાતરની તીવ્ર અછત સર્જાઈ

admin

વરસાદી માહોલમાં પણ વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા દબાણો દૂર કરવાની ઝુંબેશ યથાવત

admin

સમલાયા CCI સેન્ટર પર કપાસ ખરીદીમાં ગેરરીતિના ગંભીર આક્ષેપ, ખેડૂતોનો ઉગ્ર હોબાળો

admin

Leave a Comment