Genius Daily News
ગીર સોમનાથ જિલ્લોવેરાવળ

મુંબઈના સિનિયર સિટીઝન વયોવૃદ્ધ મહિલાએ સુરક્ષિત આશ્રય માટે અભયમ ટીમની લીધી મદદ

વેરાવળ ૧૮૧ અભયમ ટીમ દ્વારા મુંબઈ ના ૭૫ વર્ષ ના વૃદ્ધ મહિલા ને સખી વન સ્ટોપ સેન્ટર વેરાવળ ખાતે આશ્રય અપાવ્યો
ગુજરાત સરકાર દ્વારા ચાલતી ૧૮૧ અભયમ મહિલા હેલપલાઇન મહિલાઓની સુરક્ષા માટે કાર્યરત છે ત્યારે વેરાવળ રેલ્વે સ્ટેશન થી રાત ન ૧ વાગ્યે કોઈ અજાણ્યા ૭૫ વર્ષ ના વૃદ્ધ મહિલા એ ૧૮૧ મહિલા હેલપલાઇન માં કોલ કરી જણાવેલ કે તેઓને મુંબઈ જવું છે પરંતુ તેમની ટ્રેન દિવસે ૧૧:૪૫ હોય તેમજ ગુજરાત માં તેઓ અજાણ્યા હોય અને રાત્રી ના સમય માં તેઓ રેલ્વે સ્ટેશન પર એકલતા અને નિઃસહાય અનુભવતા હોય ઉંમર ના કારણે શરીર પણ સાથ આપતું ન હોય તેથી તેમની સુરક્ષિતિ રાત્રિ રોકાણ માટે ૧૮૧ ટીમ ની મદદ લીધી.
વેરાવળ અભયમ ટીમ ના ફરજ પર ના કાઉન્સિલર દાફડા અંજના વિમેન કોન્સ્ટેબલ સોનલ ખાણીયા તેમજ પાયલોટ રમેશભાઈ બામણીયા સહિત ટીમ કોલ આવતા ની સાથે ઘટનસ્થળે પોહચી જોયું તો શારીરિક રીતે અક્ષમ લાકડી ના ટેકે ચાલતા ૭૫ વર્ષ વૃદ્ધા નિરાશ તેમજ નિઃસહાય એક પાટલી પર બેઠેલ. વૃદ્ધા નું કાઉન્સિલીંગ કરતા વૃદ્ધા એ જણાવ્યું કે તેઓ ૮ મે ના રોજ થી મુંબઈ થી ગુજરાત માં સિનિયર સીટીઝન લોકો ના ખોરાક અને સ્વાસ્થ્ય ના રીસર્ચ માટે આવેલ.
તેઓ નિવૃત્ત શિક્ષક છે પોતાના શોખ માટે સામાજિક કાર્ય કરે છે.તેમનું કામ પૂરું થતાં તેઓએ મુંબઈ પરત જવા માટે રેલ્વે ટિકિટ બુક કરાવેલ ,પરંતુ ટ્રેન નો સમય બીજા દિવસે દિવસ ના ૧૧:૪૫ નો હોય તેથી તેઓ ને આરામ મળી રહે તે માટે હોટેલ, ગેસ્ટ હાઉસ તેમજ ધર્મશાળા વગેરે જેવી સુવિધા નો સંપર્ક કરી આશ્રય મેળવવા પ્રયત્નો કરેલા પરંતુ વૃદ્ધા પોતાનું ઓળખ કાર્ડ અને રેહવા માટે રૂપિયા ચુકવતા હોવા છતાં તેઓ વૃદ્ધ છે તેમજ એકલા છે તેવું જણાવી કોઈએ તેમને રહેવા માટે સુવિધા ના આપી. તેથી તેઓ નિરાશ થઈ જઈ રેલ્વે સ્ટેશન માં જ રાત વિતાવવા નું નક્કી કર્યું પરંતુ રાતના સમય માં રેલ્વે સ્ટેશન માં કોઈ ન હોય અને તેઓ રેલ્વે સ્ટેશન ના વાતવરણ પર પોતાની જાતને એકલા અનુભવતા હતા તેઓ એ જણાવ્યું કે તેમને અહીથી જ કોઈએ ૧૮૧ મહિલા હેલપલાઇન નો સંપર્ક કરવા જણાવેલ.
૧૮૧ ટીમ દ્વારા તેઓને હિંમત અને આશ્વાસન આપી ૧૮૧ મહિલા હેલપલાઇન વિશે જાણકારી આપી તેઓ ૧૮૧ મહિલા હેલપલાઇન ની કામગીરી વિષે જાણી ખુશ થઈ જઈ આભાર વ્યક્ત કરેલ. તેમને રેહવાં માટે સખી વન સ્ટોપ સેન્ટર વેરાવળ ની જાણકારી આપી. હાલ વૃદ્ધા ને સુરક્ષા તેમજ આશ્રય ની જરૂર હોવાથી સખી વન સ્ટોપ સેન્ટર વેરાવળ ખાતે આશ્રય અપાવેલ.

Related posts

લોકો ના ઘરોમાં અઠવાડીયા થી પાણી નિકોનો તંત્ર પર અને રાજકીય લોકો પર ભારે આક્રોશ

admin

ગીર ગઢડા તાલુકાના જુના ઉગલા ગામે ગ્રામ પંચાયતની ચુટણીમાં વેવાણ સામે વેવાણની જીત

admin

વેરાવળ ગઈ કાલે સિવિલ હોસ્પિટલ નજીક મહિલા નો ગળા ફાંસો ખાઈ આપઘાત મામલો…

admin

Leave a Comment