શહેરના પાલિકા સંચાલિત કમાટીબાગ, પ્રાણી સંગ્રહાલય સહિત તમામ બાગ બગીચામાં કામ કરતાં સફાઈ કર્મીઓ હડતાળ પર ઉતર્યા. માનવદિનમાં સમાવિષ્ટ કર્મચારીઓ છેલ્લા 15 વર્ષ થી કામ કરી રહ્યા છે. ત્યારે શોષિત કર્મચારીઓએ પોતાને કાયમી કરવાની માંગ ને લઈ ને હાથમાં પોસ્ટર બેનર સાથે વિરોધ નોંધાવ્યો હતો. તેમજ પોતાની માંગ ને લઈ ને ઝૂ ક્યૂરેટર ને રજૂઆત કરી હતી. મહત્વનું છે કે જ્યાં સુધી માંગ પુરી નહીં થાય ત્યાં સુધી સફાઇ કર્મીઓ સફાઇ કામ થી અળગા રહેશે. પરંતુ આગામી 26 મે ના રોજ પીએમ મોદી વડોદરા આવનાર હોઇ તે દરમ્યાન સફાઇ કામગીરી હાથ ધરી 27 મે થી ફરીવાર હડતાળ નું શસ્ત્ર ઉગામશે.

