31.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરનું ગોરવા પોલીસ સ્ટેશન હંગામી ધોરણે ખસેડવામાં આવ્યું

ગોરવા પોલીસ સ્ટેશનનું નવું હંગામી સરનામું: શાકમાર્કેટ પાસે, મુક્તિધામની સામે

વડોદરા શહેરના ગોરવા પોલીસ સ્ટેશનનું નવું બિલ્ડિંગ બનવા જઈ રહ્યું હોવાથી, આગામી ૧૫ મહિના માટે પોલીસ સ્ટેશનને હંગામી ધોરણે નવા સરનામે ખસેડવામાં આવ્યું છે. ગોરવા પોલીસ સ્ટેશનનું નવું હંગામી સરનામું હવે ગોરવા શાકમાર્કેટ પાસે, મુક્તિધામની સામે રહેશે.
આ શિફ્ટિંગ દરમિયાન વડોદરા શહેરના પોલીસ કમિશનર શ્રી નરસિંહમાં કોમર સાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતા. નવા પોલીસ સ્ટેશનના નિર્માણ કાર્યને કારણે નાગરિકોને કોઈ અગવડતા ન પડે તે સુનિશ્ચિત કરવા માટે આ હંગામી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. નાગરિકોને પોલીસ સંબંધિત કોઈપણ કાર્ય માટે નવા હંગામી સરનામે સંપર્ક કરવા વિનંતી છે.

Related posts

33% મહિલા અનામત અને મહિલાઓ પર અત્યાચાર ના ગુનામાં ગુનેગારોને કડકમાં કડક સજા થાય બેનરો સાથે દેખાવો કરી કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું

admin

ઇ-સ્કૂટરની તોડફોડ કરનાર મુખ્ય આરોપીને સીસીટીવીના આધારે ગણતરીના કલાકોમાં પકડી પાડતી મકપુરા પોલીસ

admin

વડોદરા શહેરના ગોત્રી તળાવમાં હજારોની સંખ્યામાં માછલીઓના મોત

admin

Leave a Comment