Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

મુસ્લિમોનો પવિત્ર તહેવાર બકરી ઈદ નિમિતે મુસ્લિમ બિરાદરોએ બકરી ઈદની ઉજવણી કરી

મુસ્લિમ બિરાદરોએ બકરી ઈદની ઉજવણી કરી ભારત દેશ બિનસાંપ્રદાયિક છે. દરેક જાતિના લોકો પોતાનો તહેવાર આનંદ ઉલ્લાસ સાથે ઉજવી શકે છે. મુસ્લિમોનો પવિત્ર તહેવાર એટલે બકરી ઈદ. તે દિવસે મુસ્લિમ ભાઈઓ પોતાની યથાશક્તિ પ્રમાણે બકરાની કુરબાની કરે છે. તે દરમિયાન સવારે ફજરની નમાજ પઢવા જાય છે. એ પછી ઈદની નમાજ પઢે છે. પોતાના ઘરમાં અલગ અલગ રીત રિવાજ પ્રમાણે કવાબ અને સમોસાનો પાટીયો આપે છે. સગાને મળવા જાય છે. નમાજ પછી મોલાનાએ દુઆ કરી હતી કે, ભારત દેશમાં દરેક જાતિના લોકો પોતાનો તહેવાર કોમી એકતાથી ઉજવે, ભાઈચારો રહે અને ભારત દેશનું નામ સમગ્ર દુનિયામાં ઊંચું રહે. દેશવાસીઓ પર કોઈપણ પ્રકારની આફત ના આવે. આજે સમગ્ર શહેરમાં શાંતિ અને કાયદો, વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે દરેક મસ્જિદ પાસે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

Related posts

વડોદરા શહેરમાં યુવકે કર્યો તમાશો : વિડીયો થયો વાયરલ

admin

આધાર અપડેટની હાલાકી..! રાત્રે 2 વાગ્યાથી લાઈન લગાવવી પડે છે ?

admin

ગુજરાતના મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીની ડભોઇ તાલુકાના અકોટી ગામને માધ્યમિક શાળાની ભેટ

admin

Leave a Comment