મકરપુરા બસ ડેપો ના કોમ્પ્લેક્ષ નો ચોકાવનારો બનાવ સામે આવ્યો છે. એક યુવક બિલ્ડીંગ ના ચોથા માળે બહારની પાળી પર બેસી પોતાની જિંદગી લેવાનો પ્રયત્ન કરતો હોવાનું વિડીયો માં લાગી રહ્યું છે. ત્યારે યુવકે કરેલ આ તમાશાનો વિડીયો વાયરલ થયો છે. મકરપુરા પોલીસે વાયરલ વીડિયોને લઈ હાથ તપાસ હાથ ધરી છે.

