વડોદરા ના બાજવા ગામ માં છેલ્લા 40 વર્ષથી સરખા રોડ રસ્તા ના અભાવે સ્થાનિકો હાલાકી વેઠી રહ્યા છે. બાજવા છાણી ગામના રસ્તાની હાલત અત્યંય દયનીય બની છે. રોડ પર થી બેફામ ટ્રેલરો સહીતના વાહનો પસાર થતા હોઈ ઉડતી ધૂળ ડમરી થી રહીશો ભારે હેરાન થઇ રહ્યા છે. ઉડતી ધૂળ ને પગલે નાગરીકો સ્વાસ્થ્ય સબંધિત બીમારીઓનો પણ ભોગ બનતા અંતે આ સમસ્યા ના નિવારણ હેતુ આજરોજ રહીશો કલેકટર કચેરી ખાતે આવી પહોચ્યા હતા. જ્યાં કલેકટર ને આરસીસી રોડ બનાવવાની માંગ સાથે નું આવેદન આપ્યું હતું. જો એમની સ્વીકારવામાં નહિ આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે ની ચીમકી પણ ઉચ્ચારી હતી.
previous post

