મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ ની ફેકલ્ટી ઓફ એજ્યુકેશન એન્ડ સાઇકોલોજી દ્વારા “Garba for Mental Health” નુ આયોજન યુનિવર્સિટી કેમ્પસ ખાતે આવેલ CASE બિલ્ડિંગ ના મેદાન માં કરવામાં આવ્યુ,આ ગરબા ના કાર્યક્રમમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને “Best Dancer”, “Best Costume” તથા અન્ય કેટેગરીમાં ઇનામ આપવાનુપણ આયોજન કરવામાં આવ્યુ હતું,જે પ્રકારે આજના યુવાનોમાં વધતા તાણ અને માનસિક દબાણ વચ્ચે, નૃત્ય અને સંગીત જેવા સર્જનાત્મક માધ્યમો માનસિક આરોગ્ય માટે અત્યંત લાભદાયી સાબિત થતાં હોય છે.આ આયોજન માં સેવાના કાર્યો માં અગ્રેસર રહેતા એવા અમમ ફાઉન્ડેશન પણ સહભાગી બન્યું હતું,આવી પ્રવૃત્તિઓ વ્યક્તિમાં આનંદ,આત્મવિશ્વાસ અને સંતુલન વધારવામાં મદદરૂપ બને છે.આ કાર્યક્રમ ફેકલ્ટી ઓફ એજ્યુકેશન એન્ડ સાઇકોલોજી, વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) દ્વારા નિર્ધારિત “World Mental Health Day” નિમિત્તે યુવાનોમાં માનસિક આરોગ્ય જાગૃતિ લાવવા માટે એક ઉત્સવમૂખી સંદેશ આપવાનું લક્ષ્ય ધરાવે છે.આયોજિત ગરબા માં મોટી સંખ્યામાં માં MSU ના વિદ્યાર્થી ઓ ગરબે ઘૂમ્યા હતા.

