વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે વોર્ડ 13 ના કાઉન્સિલર જ્યોતિબેન પટેલ અને પૂર્વ કાઉન્સિલર નીતિનભાઈ પટેલ દ્વારા દિવ્યાંગ ભાઈઓ-બહેનો માટે અંબાજી દર્શન યાત્રાનું આયોજન.
વડોદરાના વોર્ડ નંબર 13 માં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે વિશેષ સેવાકીય કાર્યક્રમ યોજાયો.
મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રીમતી જ્યોતિબેન પટેલ તથા પૂર્વ કાઉન્સિલર શ્રી નીતિનભાઈ પટેલના દ્વારા ની: માનવ કલ્યાણ સંઘ અને હરિ સેવા ટ્રસ્ટના પ્રજ્ઞા ચક્ષુ તેમજ દિવ્યાંગ ભાઈઓ-બહેનો માટે અંબાજી દર્શન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું.
દિવ્યાંગ ભાઈઓ-બહેનો બસ મારફતે અંબાજીના પવિત્ર ધામે સુખમય યાત્રા કરી અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના કરી.
આવો સેવાકીય કાર્યક્રમ વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે “સેવા દિવસ” તરીકે ઉજવાતા કાર્યક્રમોની શ્રેણીમાં એક મહત્વપૂર્ણ ઉમેરો સાબિત થયો.

