37.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 29, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

ઈકો સ્પોર્ટ્સ ગાડીમાં ચોરખાનુ બનાવી લઈ જવાતો ભા૨તીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો

છોટા ઉદેપુર પોલીસ સ્ટેશન દ્વારા ઈકો સ્પોર્ટ્સ ગાડીમાં ચોરખાનુ બનાવી લઈ જવાતો ભા૨તીય બનાવટનો વિદેશી દારૂ કિ.રૂ.૪૧,૬૦૦/- નો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો.

ઇમ્તીયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સમગ્ર જીલ્લામાં પ્રોહી બિશનની પ્રવુતી નેસ્ત નાબુદ કરવા તેમજ હાલમાં ચાલતી ગ્રામ પંચાયતની ચુટણી અનુસંધાને દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારૂ જીલ્લાના અમલદાર નાઓને પ્રોહીની પ્રવુતી/હેરાફેરી કરતા ઇસમો ઉપર વોચ રાખી અસામાજીક પ્રવુતી સદંતર રીતે નેસ્ત નાબુદ થાય તે રીતેની કાર્યવાહી કરવા જરૂરી સુચનાઓ આપવામાં આવેલ.

જે અનુસંધાને કે.એચ.સુર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર વિભાગ છોટાઉદેપુર નાઓના માર્ગદર્શન હેઠળ આજરોજ છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એ.આર.પ્રજાપતિ નાઓની સુચના મુજબ છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં સર્વલન્સ સ્કોડમાં ફરજ બજાવતા અ.હે.કો. ઉનડભાઈ રામભાઈ બ.નં. – ૧૬૦ નાઓએ ચોક્ક્સ બાતમી હકીકત મેળવી રંગપુર નાકા પાસેથી ઇકો સ્પોર્ટ્સ ગાડી જેનો રજી.નંબર. GJ-06-IM-8199 ના નીચેના ભાગે ચોરખાનુ બનાવી ચોરી છુપીથી લઈ જવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂ કુલ બોટલ નંગ.૩૨૫ ની કિ.રૂ.૪૧,૬૦૦/- વિદેશી દારૂ તથા તથા પ્રોહી મુદ્દામાલની હેરાફેરીમાં વપરાયેલ ફોર્ડ કંપનીની ઇકો સ્પોર્ટ્સ ગાડી જેની કિં.રૂ.૩,૦૦,૦૦૦/- તથા મોબાઈલ નંગ ૦૧ ની કિ.રૂ.૫૦૦/- મળી કુલ કિં.રૂ.૩,૪૨,૧૦૦/- ના મુદામાલ સાથે ભુપેન્દ્રભાઈ ઉર્ફે ભોપો મોહનભાઈ ચૌહાણ ઉ.વ.૫૯ રહે.કરજણ હનુમાન ફળીયા જુના બજાર તા.કરજણ જી.વડોદરા નાઓને પકડી પાડી છોટાઉદેપુર પોલીસ સ્ટેશન સી પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૮૪૦૦૨૨૫૦૭૪૧ /૨૦૨૫ પ્રોહીબીશન એકટની કલમ ૬૫ એઇ,૯૮(૨) મુજબનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે.

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

છોટાઉદેપુર મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા ગ્રાહકો માટેની સુવિધા માટે 24×7 એક નવી મેન્ટેનન્સ વાનનો વધારો કરવામાં આવ્યો

admin

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં પ્રિ મોન્સૂન ની કામગીરી તંત્ર દ્વારા ના કરવામાં આવતા નસવાડી કાંધા રોડ ઉપર વરસાદમાં વૃક્ષોની ડાળીઓ તૂટીને નમી પડતા ભારધારી વાહનો નીકળવામાં મુશ્કેલી પડી રહી છે.

admin

છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદના પગલે જિલ્લાના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજતા પ્રભારી મંત્રી ભીખુસિંહજી પરમાર

admin

Leave a Comment