31.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

મધ્ય પ્રદેશ રાજયના જાંબુઆ તથા બદનાવર પોલીસ સ્ટેશન વિસ્તારમાથી ચોરાયેલ મોટર સાયકલોની સાથે આરોપી તથા મો.સા.ઓને કબજે કરી ગુનો ડિટેક્ટ કરતી ઝોઝ પોલીસ.

આઇ.જી.શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર જીલ્લા તથા કે.એચ.સુર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છો.ઉ ડિવીઝન,છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ જીલ્લામાં બનતા વાહન ચોરીના ગુનાઓ શોધી કાઢવા વાહન ચેકીંગ તેમજ પોકેટકોપ ઇ-ગુજકોપ એપ્લીકેશનની મદદથી શોધી કાઢી પરીણામલક્ષી કામગીરી કરવા સુચના કરેલ હોઈ જેથી એ. સી. પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર ઝોઝ પો.સ્ટે. તથા સ્ટાફના માણસો સાથે પેટ્રોલીગમાં હતા ત્યારે ચોકકસ બાતમી હક્કીકત મળેલ કે બે નંબર પ્લેટ વગરની મો.સા. લઈ કોઈ અજાણ્યા ઈસમો મધ્યપ્રદેશના કાછલા ગામ તરફથી મીઠીબોર ગામ તરફ આવતા હોઈ જે બાતમી હકીકત આધારે માઠીબોર ચેક પોસ્ટ પાસે પહોચતા ઢોરકુવા બાજુથી એક કાળા કલરની લાલ તથા ગ્રે પટ્ટા વાળી હોન્ડા કંપનીની સાઈન મોટર સાઈકલ લઈ એક ઈસમ તથા બીજી એક કાળા કલરની લાલ પટ્ટા વાળી બજાજ કંપનીની પલ્સર એન-૧૬૦ મોટર સાઈકલ ઉપર એક ઈસમ એમ બન્ને મો.સા. આગળ-પાછળ નંબર પ્લેટ વગરની આવતા તેઓને હાથ વડે રોકવાનો ઇસારો કરતા સદર બન્ને મો.સા.ના ચાલક પુરઝડપે હંકારી ચલાવી ભાગવા લાગેલ જેથી તેઓનો પીછો કરી થોડે આગળ જઈ કાચા રસ્તા ઉપર કોર્ડન કરી પલ્સર મોટર સાઈકલ સાથે એક ઈસમને પકડી પાડી અને થોડે આગળ જતા સાઈન મોટર સાઈકલ નાખી ઝાડી ઝાખરાનો લાભ લઈ નાસી ગયેલ જેથી સદર પલ્સર મો.સા. ચાલકનું બે પંચો રૂબરુ નામ ઠામ પુછતાં તેણે પોતાનું નામ (૧) કમલેશભાઈ ગુલસીંગભાઈ તોમર ઉ.વ.૨૨ રહે.કોલીયારી હોળી ફળીયા તા.કઠ્ઠીવાડા જી.અલીરાજપુર (એમ.પી.) નો હોવાનુ જણાવેલ જેને પંચો રૂબરૂ અંગ ઝડતી કરતા સદરી ઈસમ પાસેથી એક વિવો કંપનીનો એન્ડ્રોઈડ મોબાઈલ મળી આવેલ જેનો આઈ.એમ.એ.આઈ (૧)૮૬૬૮૧૭૦૭૫૦૧૬૯૩૧ તથા આઈ.એમ.એ.આઈ (૨) ૮૬૬૮૧૭૦૭૫૦૧૬૯૨૩ તથા મોબાઈલ નંબર, ૮૩૫૮૮૦૪૧૬૦ નો છે. જેની કિ.રૂ. ૭૦૦૦/- ગણી કબ્જે કરેલ છે. તે સિવાય અન્ય કોઈ ચીજ વસ્તુ કબ્જે કરેલ નથી. તથા મો.સા.ની આગળ પાછળ રજી નંબર લખેલ ન હોય જેથી ગાડીની માલિકી અંગે પકડાયેલ ઇસમ પાસે આધાર પુરાવાઓ માંગતા તે પોતાની પાસે કોઇ આધાર પુરાવાઓ ન હોય અને ગલ્લા તલ્લા કરી ઉડાવ જવાબ આપતા હોય અને મો.સા.નો કોઇ આધાર પુરાવો રજુ કરેલ નહી જેથી પલ્સર મો.સા.નો ચેસીસ નંબર MD2B54DX4PCG51288 તથા એન્જીન નંબર.PDXCPF79475 ની કિ.રૂ.૫૫,૦૦૦/- ની ગણી તેને સદરી મો.સા.ના એન્જીન તથા ચેસીસ નંબર ઉપરથી વાહન સર્ચ કરતા સુંદર મો.સા.નો રજી નંબર.MP-09-ZZ-8647 નો હોવાનું જણાય આવેલ જેના માલીક તરીકે રાહુલ શીવનારાયણ પરમાર રહે, મકાન નંબર.૧૮૫ વોર્ડ નં.૦૭ ચોક પુરા પાતલવાડા સહાજાપુર નાઓ હોવાનું જણાય આવેલ જેથી સદર મો.સા.ને સદરી ઇસમે ચોરી કે કોઇ છળકપટની મેળવેલ હોવાનો પાકો શક વહેમ પડતા સદરી વાહન માલીકના મોબાઇલ નંબર ઉપર સંપર્ક કરી તેઓની મોટર સાયકલ બાબતે પુછતા સદરી વાહન માલીક નાઓ સદર મો.સા. જાંબુઆ ખાતેથી ચોરી થયેલ જે અંગે જાંબુઆ પોલીસ સ્ટેશન ખાતે ગુ.ર.નં.0369/2025 ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ ૩૦૩(૨) મુજબનો ગુનો નોંધાયેલ હોવાનું જણાવેલ હોઈ તથા પકડાયેલ ઈસમને ભાગીજનાર સાઈન મો.સા ચાલક બાબતે પુછતા પંચો રૂબરૂ તેનુ નામ (૨) અર્જુનભાઈ રેવલાભાઈ રહે.ગોળાઆબા તા.કઠ્ઠીવાડા જી.અલીરાજપુર (એમ.પી.) નો

હોવાનું જણાવેલ. સદર મો.સા.ની આગળ પાછળ રજી નંબર લખેલ ન હોય જેથી સદર સાઈન મો.સા. નો ચેસીસ નંબર.ME4JC737.J.17030976 તથા એન્જીન નંબર. JC73E72055889 ની કિ.રૂ.30,000/- ની ગણી તેને સદરી મો.સા.ના એન્જીન તથા ચેસીસ નંબર ઉપરથી વાહન સર્ચ કરતા સદર મો.સા.નો રજી નંબર MP-11-MZ-0357 નો હોવાનું જણાઇ આવેલ જેના માલીક તરીકે ગોપીનાથ પ્રાણનાથ રહે. ૬૫૯/૧ ગ્રામ રાજોડ મકાના નં.૫૨૮ સે-૭૯૭ ટાક રાજોડ મધ્યપ્રદેશ નાઓ હોવાનું જણાય આવેલ હોય જેથી સદરી વાહન માલીક નાઓને પુછતા સદર મો.સા મધ્ય પ્રદેશ રાજયના બદનાવર પોલીસ સ્ટેશન વિસ્તારના અણુનગર ખાતેથી ચોરી થયેલ જે અંગે બદનાવર પોલીસ સ્ટેશન ખાતે ગુ.ર.નં. 0445/2023 આઈ.પી.સી. કલમ.૩૭૯ મુજબનો ગુનો નોંધાયેલ હોવાનુ જણાવેલ હોઈ જેથી સદર કાળા કલરની લાલ તથા ગ્રે પટ્ટા વાળી હોન્ડા કંપનીની સાઈન મોટર સાઈકલ તથા કાળા કલરની લાલ પટ્ટા વાળી બજાજ કંપનીની પલ્સર એન-૧૬૦ મોટર સાઈકલ અમે બન્ને સાથે મળી કઠીવાડાના લખાવાડ ગામના ડાગી માધુ ધાકડ નાઓ પાસેથી લાવેલાનુ જણાવેલ. જેથી સદર બંને મો.સા.ઓ બી.એન.એસ કલમ.૧૦૬ મુજબ કબજે કરી સદર પકડાયેલ ઇસમ વિરૂદ્ધ બી.એન.એસ.એસ. કલમ ૩૫(૧)(ઇ) મુજબ કાર્યવાહી કરી મધ્ય પ્રદેશ રાજયના જાંબુઆ પોલીસ સ્ટેશન તથા બદનાવર પોલીસ સ્ટેશન ખાતે ગુનાના કામે સોપવા તજવીજ કરેલ છે.

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીના સાત વોર્ડમાં 21,765 જેટલા મતદારો

admin

નસવાડી તાલુકાના આકોના ગામના ખેડૂતોએ પોતાની જમીનનું વળતર નવી જંત્રી પ્રમાણે મળે તે માટે મામલતદારને આવેદનપત્ર આપ્યુ

admin

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર નજીક ભારજ નદી પરનો બ્રિજ ધરાશાઈ થતા કોંગ્રેસના હોદ્દેદારોએ કલેકટરને આવેદન પત્ર

admin

Leave a Comment