33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીના સાત વોર્ડમાં 21,765 જેટલા મતદારો

છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીને હવે મતદાનને ગણતરીના કલાકો બાકી રહ્યા છે. ત્યાંરે છોટાઉદેપુર નગરના સાત વોર્ડમાં ગણતરીના કલાકોમાં મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. નગરના સાત વોર્ડમાં અલગ અલગ પક્ષો માંથી 28 પૈકી 99 ઉમેદવારો મેદાનમાં છે. જ્યારે નગરના સાત વોર્ડમાં મતદારોની સંખ્યાની વાત કરીએ તો કુલ 21,765 જેટલા મતદારો છે. જેમાં મહિલા મતદારો 10,965 અને પુરુષ મતદારો 10,807 જેટલા છે. જ્યારે નગરના સાત વોર્ડમાં ગણતરીના કલાકોમાં મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ત્યારે 99 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં ભારતીય જનતા પાર્ટીના – 20 કોંગ્રેસના – 15 આમ આદમી પાર્ટીના – 12 બીએસપીના – 16 અપક્ષના – 26 સમાજવાડી પાર્ટીના – 6 અને ગુજરાતનો નિર્માણ મંચના – 4 એમ કુલ 99 ઉમેદવારો હાલતો મેદાનમાં છે. ત્યારે નગરના સાત વોર્ડમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાનની પ્રક્રિયા યોજાય તે માટે તંત્ર દ્વારા તમામ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. મતદાન પ્રક્રિયાને લઈને ગણતરીના કલાકો બાકી હોય ત્યારે મતદારોમાં પણ એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

છોટાઉદેપુર – અમદાવાદ G.S.R.T.C. બસની અડફેટે આવતા 8 વર્ષના બાળકનું મો-ત

admin

છોટાઉદેપુર ખાતે શરુ કરાયેલ હોસ્ટેલની મુલાકાત લેતા કવાંટ તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ

admin

ડબલ ફેટલના અનડીટેકટ ગુનાને ડીટેક્ટ કરી ટ્રક સાથે આરોપીને ઝડપી પાડતી ઝોઝ પોલીસ

admin

Leave a Comment