જેતપુર પાવી પોલીસ સ્ટેશન વિસ્તારના એ.પી.એમ.સી.પાસે જાહેર રોડ ઉપરથી બે ઇસમને મારૂતિ સુઝુકી સ્વિફ્ટ ડિઝાયર ગાડીમાંથી કિ.રૂ.૧,૧૦,૫૦૦/- નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા મારૂતિ સુઝુકી સ્વિફ્ટ ડિઝાયર મળી કુલ કિ.રૂ.૬,૭૦,૫૦૦/-ના મુદામાલને ઝડપી પાડતી જેતપુર પાવી પોલીસ તથા છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ….
ઇમ્તીયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સુચના અને માર્ગદર્શન આપેલ કે દારૂ બંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા જીલ્લાના તમામ થાણા-અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને પ્રોહીની ગેરકાયદેસર પ્રવુતી/હેરાફેરી સદંતર રીતે છે નેસ્ત-નાબુદ થાય તે રીતેની સુચના કરેલ…..
જે અન્વયે એમ.એફ.ડામોર પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી છોટાઉદેપુર નાઓ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસોને સુચના આપેલ જે અન્વયે એલ.સી.બી સ્ટાફના પોલીસ-કર્મચારીઓને બાતમી હકીકત મળેલ કે, એક મારૂતિ સુઝુકી સ્વિફ્ટ ડિઝાયર ગાડીમાં અંડર ગ્રાઉન્ડ ચોરખાનું કરી તેમાં હું ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી છોટાઉદેપુરથી જેતપુર પાવી તરફ જાય છે. એ હકીકત આધારે જેતપુર પાવી પોલીસ સ્ટેશનના માણસોને આ બાતમી હકીકત વાળી ફોર વ્હિલરને કોર્ડન છે કરવા જાણ કરેલ……….
જે અન્વયે જેતપુર પાવી પોલીસ સ્ટાફના માણસો એ.પી.એમ.સી. વજન કાટા -નજીક જાહેર રોડ પર વોચમાં હતા. થોડો સમય વોચમાં રહ્યા બાદ ઉપરોક્ત બાતમી હકીકત મુજબના વર્ણન વાળી સ્વિફ્ટ ડિઝાયર ફોર વ્હિલર ગાડી આવતા તેના ચાલકને ઉભી રાખવાનો ઇશારો કરતા તેને થોડે દુર ઉભી રાખી ચાલક તથા તેની બાજુની સીટ ઉપર બેસેલ ઇસમો ગાડીમાંથી ઉતારી તેના કબ્જાની સ્વિફ્ટ ડિઝાયર ગાડીમાં તપાસ કરતા ડ્રાઇવરની બાજુની સીટ નીચે તથા વચ્ચેની સીટની નીચે તથા પાછળના ભાગે ગાડીમાં તપાસતા ચોરખાનું બનાવી પ્રોહી મુદ્દામાલ ભરેલ હોય સદર જગ્યા જાહેર હાઇવે રોડ હોય અને અવર જવર વાળો રસ્તો હોય….… જેથી સદર જગ્યાએ પંચનામું કરવું હિતાવહ ન હોય જેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલ સ્વિફ્ટ ડિઝાયર તથા બન્ને ઇસમો ઇનાયત ઇબ્રાહીમભાઈ મશીયા અને સફીયા મુસ્તુફા ખમોભાઇને જેતપુર પાવી પોલીસ સ્ટેશનના કંપાઉન્ડ ખાતે લાવી તપાસતા જેથી સ્વિફ્ટ ડિઝાયર ગાડીમાંથી પ્રોહી મુદ્દામાલ કુલ બોટલ નંગ-૬૫૦ ની કુલ કિ.રૂ.૧,૧૦,૫૦૦/- નો પ્રોહી મુદ્દામાલ તથા હેરાફેરીમાં ઉપયોગમાં લીધેલ મારૂતિ સુઝુકી કંપનીની સ્વિફ્ટ ડિઝાયર કિ.રૂ.૫,૫૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન જેની કિ.રૂ.૫,૦૦૦/- એમ કુલ મળી કિ.રૂ.૬,૭૦,૫૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય જેથી પ્રોહીનો ગણનાપાત્ર કેશ શોધી કાઢી જેતપુર પાવી પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
મોહસીન સુરતી છોટાઉદેપુર

