Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના માંજલપુર ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા વિશ્વ યોગ ની ઉજવણી કરવામાં આવી

આજની વ્યસ્ત અને તણાવભરી જીવનશૈલીમાં શારીરિક તથા માનસિક તંદુરસ્તી જાળવવી એ અતિ આવશ્યક બની ગઈ છે. યોગ એ એવી પ્રાચીન ભારતીય વિધા છે, જે માનસિક શાંતિ, શારીરિક સંતુલન અને આત્મિક ઉન્નતિ તરફ દોરી જાય છે. એ જ દ્રષ્ટિથી 21 જૂનને “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસના ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ યોગ વિશે જાગૃતિ ફેલાવવી અને તેને રોજિંદા જીવનમાં સમાવવાનો સંદેશ આપવો છે. યોગ શારીરિક રોગોને દૂર કરે છે, મનને શાંત રાખે છે, અને વ્યક્તિના વ્યક્તિત્વમાં શિસ્ત, સમર્પણ અને આધ્યાત્મિકતા લાવે છે. ત્યારે વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલા સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં યુવાનો મહિલાઓ અને સિનિયર સિટીઝન લોકોએ યોગા કરી શરીરને તંદુરસ્ત રાખવા માટે યોગા કરવામાં આવ્યા હતા. આ યોગ થી થતા ફાયદા શરીરના સ્નાયુઓ મજબૂત થાય, લવચીકતા અને સહનશક્તિ વધે, પાચનતંત્ર સારો બને, હૃદય અને ફેફસાં સારી રીતે કાર્ય કરે, થાક, માથાનો દુઃખાવો, કમરના દુખાવા જેવી તકલીફો ઘટે. તે માટે તમામ લોકોએ યોગા કરવા જોઈએ વધુ માં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ના યોગ ટ્રેનર એ જણાવ્યું કે.

Related posts

બે પેટ્રોલપંપમા ભાગીદાર ન હોવાની ડેપ્યુટી મેયર ચિરાગ બારોટે વાતચીત દરમ્યાન માહિતી આપી

admin

વડોદરા શહેરમાં આવેલ ફતેગંજ બ્રિજ થી કાલાઘોડા જવાનાં મુખ્ય માર્ગ પર પુષ્કળ પ્રમાણમાં મસ મોટા ખાડા

admin

વડોદરાના ભાયલીમાં ગૃહ વિકાસ સહકારી મંડળીની ખખડધજ ઇમારતની દિવાલ રાત્રે ધરાશાયી

admin

Leave a Comment