ઉપરવાસમાં વરસાદ હોવાથી આજવા સરોવરના જળ સપાટીમાં વધારો જોવા મળે છે ત્યારે વડોદરા ની મધ્યમાં રહેતી સરકાર વિશ્વામિત્રી નદીમાં પણ 12 ફૂટ થી વધારે નવું નીર જોવા મળ્યું છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ છે ત્યારે ઉપરવાસના વરસાદના કારણે આજવાની તેમજ પ્રતાપપુરા સરોવરની પણ જળ સપાટીમાં વધારો થયો છે.
વરસાદ વધારે વરસે તેને પહોંચી વળવા માટે પાલિકા તંત્ર દ્વારા ક્વિક રિસ્પોન્સ ટીમ પણ મુકવામાં આવી છે. આજે આજવા સરોવર ની સપાટીમાં વધારો જોતા વિશ્વામિત્રી નદીની સપાટીમાં પણ નજીવો વધારો જોવા મળ્યો છે.

