છોટાઉદેપુર જિલ્લાના તેજગઢ ખાતે ધરતી આબા ગ્રામ ઉત્કર્ષ અભિયાનનો એક ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લાના અગ્રણી અધિકારીઓ અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
છોટાઉદેપુર જિલ્લા કક્ષાના આ કાર્યક્રમનું આયોજન તેજગઢ ખાતે કરવામાં આવ્યું હતું. ધરતી આબા ગ્રામ ઉત્કર્ષ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ ગ્રામીણ અને આદિવાસી સમુદાયોને સરકારી યોજનાઓના લાભો સરળતાથી પહોંચાડવાનો છે, જેથી તેઓ શિક્ષણ, આરોગ્ય, રોજગારી, અને માળખાકીય સુવિધાઓ નો લાભ મેળવી શકે. આ કાર્યક્રમમાં વિવિધ સરકારી વિભાગો ના સ્ટોલ લગાવવામાં આવ્યા હતા, જ્યાંથી લોકોને સરકારી યોજનાઓની માહિતી અને લાભો મળી શકે. આ ઉપરાંત, આદિવાસી સમુદાયના સામાજિક અને આર્થિક સશક્તી કરણ દ્વારા ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલે અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી. તેમની સાથે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, જિલ્લા ભાજપ પ્રમુખ, જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી અને પ્રાયોજના વહીવટદાર હાજર રહ્યા હતા.સ્થાનિક ગ્રામજનો અને આદિવાસી સમુદાયના લોકોએ આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ધરતી આબા ગ્રામ ઉત્કર્ષ અભિયાન દ્વારા સરકારી યોજનાઓના લાભો ગ્રામીણ વિસ્તારો સુધી પહોંચાડવાની આ પહેલ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં વિકાસની નવી દિશાઓ ખોલશે, જેનાથી ગ્રામીણ જીવનશૈલી અને અર્થતંત્રમાં સકારાત્મક પરિવર્તન આવે તેવી આશા છે.

