Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના માંજલપુરના કંચનપુરા વિસ્તારમાં યુવાને પોતેજ મગર પકડી લીધો

આવું કરતા પહેલા એકવાર જરૂર વિચારજો, વડોદરાના માંજલપુરના કંચનપુરા વિસ્તારમાં યુવાને પોતેજ મગર પકડી લીધો હતો.સદ નસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી.

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારના કંચનપુરા ગામમાં રહેણાંક વિસ્તારમાં મગર દેખાયો હતો. સ્થાનિક લોકો માટે આ ઘટના આશ્ચર્યજનક અને ભયજનક હતી, પણ તેમની તત્પરતા અને હિંમતના લીધે કોઇ મોટી અનિચ્છનીય ઘટના બની નહિ. પ્રાથમિક માહિતી મુજબ, મગર એક નદીમાંથીરસ્તો ભટકીને રહેણાંક વિસ્તારમાં આવી ગયો હતો. મગરને જોઈને સ્થાનિકો પહેલા તો ગભરાઈ ગયા હતા. પરંતુ એક યુવાને પોતેજ મગર પકડી લીધો. પહેલા તેને કાબૂમાં લીધો અને પછી તરત જ પ્રાણી પ્રેમી સંસ્થા અને વન વિભાગને જાણ કરી હતી.જોકે આ યુવકે પોતાના જીવને જોખમમાં મુક્યો હતો. એક જાણકારી મુજબ મગરના બચ્ચાં ખુબજ એગ્રેસીવ હોય છે.જે તરત હુમલો કરે છે.તેના દાંત પણ ખુબજ તિક્ષ્ણ હોય છે.જેથી જો એ બચકું ભરે તો મોટી હાનિ થઈ શકે છે. સદનસીબે આ બેબી મગર શાંત જોવા મળ્યું હતું.જેના કારણે કોઈ જાનહાની થવા પામી ન હતી.

Related posts

વડોદરા મહાનગર પાલિકા દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતી નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી

admin

જય અંબે કાર્તિક સ્વામી મંદિર દ્વારા 55મી પંગુની ઉત્થિરામ ઉત્સવ શોભાયાત્રાનું આયોજન

admin

શોભાયાત્રામાં વાગતા ડી.જે.ના અવાજના કારણે બાલ્કનીનો ભાગ તૂટીને પડયો હતો જે બનાવમાં રાવપુરા પોલીસે ચાર આયોજકો તેમજ ચાર ડી.જે.સિસ્ટમના સંચાલકો સામે ગુનો દાખલ કર્યો

admin

Leave a Comment