વિસાવદર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી જ મેઘરાજાની મહેર વર્તાય હતી વિસાવદર ઝાંઝેસર તેમજ જેતલવડ. કાકશિયાળા તેમજ ભલગામ. જાંબુડા મહુડા મહુડી તેમજ કુબા ઢેબર રાવણી કાલસારી રાજપરા સતાધાર પ્રેમપરા અને મોણીયા ચામુડા આમ વિશાલ તાલુકાના અન્ય વિસ્તારોમાં પણ આજે સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો સીમ ખેતરોમાં પાણી નીકળી ગયા હતા ખેડૂતો ને હર્ષ ની અને ખુશી લાગણી જોવા મળી અને નાના-મોટા નદી હોકળા માં પણ ઘોડાપૂર આવ્યા હતા ચોમાસાના સમય દરમિયાન હમણાં બે ત્રણ દિવસથી સતત વરસાદી માહોલ રહ્યો છે લોકોમાં હર્ષની લાગણી અનુભવાય છે લગભગ બેથી ત્રણ ઈંચ જેટલો વરસાદ વિસાવદર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં પડ્યા હોવાનું અનુમાન છે આમ વિસાવદરમાં મેઘરાજાની લીલી મમહેર જોવા મળી રહી છે લોકોમાં હર્ષ ઉલ્લાસ જોવા મળી રહ્યો છે રિપોર્ટર ભાનુભાઇ સાસિયા વિસાવદર

