Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

રજૂઆત કરવા માટે જતા સામાજિક કાર્યકર્તા ને પાલિકાના દ્વાર ગેટ પર જ અટકાવવામાં આવ્યા

પાલિકાની સામાન્ય સભા ચાલુ હોય ત્યારે સામાજિક કાર્યકર્તા અને કરણી સેનાના રાષ્ટ્રીય પ્રવક્તા એવા મહેન્દ્રસિંહ રાઠોડ પાલિકા ખાતે સ્મશાન બાબતે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા ત્યારે પોલીસ અને સિક્યુરિટી દ્વારા ગેટ બંધ કરી તેમને રોકવામાં આવતા હોબાળો મચ્યો હતો.

પાલિકાની સભા શરૂ થતા પહેલા જ પોલીસ નો કાપલો પાલિકાના પ્રાંગણમાં ખડકી દેવામાં આવ્યો હતો સિક્યુરિટી દ્વારા પાલિકાનો મુખ્ય દ્વાર બંધ કરી દેવામાં આવ્યો હતો ગતરોજ મુલતવી રહેલી પાલિકાની સભા આજે ફરી શરૂ થઈ હતી તે વચ્ચે પાલિકાના દ્વાર પર મહેન્દ્રસિંહ રાઠોડ પહોંચ્યા હતા અને સ્મશાનમાં જે ભ્રષ્ટાચાર થયો છે તે બાબતની રજૂઆત કરવાની છે તેવું જણાવ્યું હતું પરંતુ પોલીસ અને સિક્યુરિટી સ્ટાફ દ્વારા દ્વાર ખોલવામાં ન આવતા અને તેઓને રજૂઆત કરવા માટે અંદર જવા દેવામાં ન આવતા મહેન્દ્રસિંહ રાઠોડ એ રોષ પ્રગટ કર્યો હતો.

Related posts

વડોદરા મહા નગર પાલિકા તંત્ર પાપે વોર્ડ નંબર ૧૯ માં આવેલ તરસાલી વિસ્તારમાં માં છેલ્લા ધના સમય થી વરસાદી પાણી અને ગટર ઉભરાવાની સમસ્યા

admin

ગુજરાત વિકાસ સપ્તાહ 24 વર્ષ સફળ નેતૃત્વની ઉજવણીનો કાર્યક્રમ ડભોઇ નગરપાલિકા ખાતે યોજાયો.

admin

સંગમ ચાર રસ્તા નજીક પાલિકાની દબાણ શાખાની ટીમે લારી ગલ્લાના નડતરરૂપ દબાણો દૂર કરાયા

admin

Leave a Comment