વડોદરા શહેરના સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે આજથી બરોડા બેડમિન્ટન એસોશિએશન દ્વારા આયોજિત યોનેક્ષ સનરાઇઝ ગુજરાત સ્ટેટ બેડમિન્ટન સ્પર્ધાનો પ્રારંભ થવા પામ્યો હતો.
યોનેક્ષ સનરાઇઝ ગુજરાત સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશિપનું આયોજન બરોડા બેડમિન્ટન એસોશિએશન દ્વારા તા.19 થી 27 જુલાઈ દરમ્યાન સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે કરવામાં આવ્યું છે. જેનો આજરોજ પ્રારંભ કરવામાં આવ્યો હતો.જેમાં ઓલ એજ ગ્રુપની તમામ ઇવેન્ટ યોજાઇ રહી છે. આજે ઉદ્ઘાટનમાં અરુણ મહેશ બાબુ મ્યુનિસિપલ કમિશનર, વિકાસ મોહન બેઝિન મેનેજર, ઓએનજીસી, મોન્ટુ કુમાર જનરલ મેનેજર સીએચઆર, ગેઇલ, મયુર પરીખ માનદ મંત્રી, ગુજરાત બેડમિન્ટન એસોસિએશન, મોનેશ મારારુવાલા સહમંત્રી, ગુજરાત બેડમિન્ટન એસોસિએશન, ગિરીશ પટેલ પ્રમુખ, બરોડા બેડમિન્ટન એસોસિએશન, રાકેશ રસાણીયા માનદ મંત્રી, બરોડા બેડમિન્ટન એસોસિએશન ઉપસ્થિત રહ્યા હતા. સમા ઇન્દોર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ જેવી જગ્યા, જ્યાં રમત અંગેની અત્યાધુનિક સુવિધા ઉપલબ્ધ છે, ત્યાં આયોજન કરવાનો એક લ્હાવો હોવાનું કહેતા મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે, આપણે ત્યાં સ્પોર્ટ્સ કલ્ચરને જાળવી રાખવા અહીં હાજર બાળકો સાથે તેમના વાલીઓ પણ એટલા જ અભિનંદનના હક્કદાર છે. ગુજરાતના દરેક જીલ્લામાં થઈ કુલ 864 ખેલાડીઓએ ભાગ લઈ રહ્યા છે. તેમાં 28 વિવિધ ઈવન્ટ્સ જેવી કે સિંગલ્સ, ડબલ્સ અને મીક્ષ ડબલ્સમાં કુલ 1291 એન્ટ્રી આવી હતી.વિજેતા ખેલાડીઓને ગુજરાત રાજયની ટીમમાંથી નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે.

