43.6 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
જુનાગઢ જિલ્લોવિસાવદર

વિસાવદર લાયન્સ કલબ દ્વારા વિદ્યાર્થીઓને સન્માનપત્રો એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા

વિસાવદર લાયન્સ કલબ દ્વારા માંડાવડ પ્રાથમિક શાળા તેમજ પે.સેન્ટર કુમાર શાળા વિસાવદરના તેજસ્વી પ્રતિભા સંપન્ન વિદ્યાર્થીઓના કરાયા સન્માન.
વિસાવદર : તાજેતરમાં લાયન્સ કલબ વિસાવદર દ્વારા કલબના સિનિયર માર્ગદર્શક લાયન ભાસ્કરભાઈ જોશી ની પ્રેરણા તેમજ પ્રેસિડેન્ટ લાયન રમણીકભાઈ ગોહેલ ના માર્ગદર્શન તેમજ સહયોગ સાથે ગત વાર્ષિક પરીક્ષામાં ધોરણ ૩ થી ૮ મા પ્રથમ, દ્વિતીય તેમજ તૃતિય સ્થાન મેળવનાર માંડાવડ પ્રાથમિક શાળા તેમજ પે. સેન્ટર કુમારશાળા વિસાવદર ના વિદ્યાર્થીઓને લાયન્સ કલબ વિસાવદર દ્વારા સન્માનપત્રો એનાયત કરી સન્માનિત કરવામાં આવેલ તેમજ બંન્ને શાળાઓનાં બાલવાટિકા તેમજ ધોરણ પહેલાં ના વિદ્યાર્થીઓને ફૂલસ્કેપ ચોપડો અને બોલપેન આપી પ્રોત્સાહિત કરી લાયન વર્ષ ૨૦૨૫/૨૬ ના “નીડ બેઝ સર્વિસ પ્લસ” સ્લોગન ને સાર્થક કરવાનો ઉમદા પ્રયત્ન કરવામાં આવેલ કાર્યક્રમ દરમિયાન બંન્ને શાળા પરિવાર ઉપસ્થિત રહેલ તેમજ લાયન્સ કલબ વિસાવદર ની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ ને બિરદાવેલ રિપોર્ટર ભનુભાઈ સાસિયા વિસાવદર

Related posts

વિસાવદર અંબિકાનગર ખાતે ગૌશાળાના લાભાર્થે બાલકૃષ્ણ રામામંડળ સરસાઈનું ભવ્ય આયોજન

admin

નવાકોટડા ગામે ગ્રામ પંચાયતની નવી બિલ્ડિંગનું ખાતમુહૂર્ત

admin

વિસાવદર મેડિકલ સાધન સેવા કેન્દ્ર દ્વારા અનોખી ગણપતિ મોહત્સની ઉજવણી

admin

Leave a Comment