Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરામાં પોસ્ટ ઓફિસમાં આઈટી 2.0 અંતર્ગત એડવાન્સ પોસ્ટલ ટેકનોલોજી એપ્લિકેશનનો પ્રારંભ કરવામાં આવ્યો

વડોદરામાં પોસ્ટ ઓફિસમાં આવતા ગ્રાહકોને વધુ સક્ષમ ડિજિટલ સેવાઓ મળી રહે તે માટે માટે આઈટી 2.0 અંતર્ગત એડવાન્સ પોસ્ટલ ટેકનોલોજી એપ્લિકેશનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ એપ્લિકેશન ટપાલ સેવાઓને આધુનિક અને યુઝર ફ્રેન્ડલી બનાવવાનો પ્રયાસ છે,

ભારતીય ટપાલ વિભાગ ગુજરાત સર્કલ દ્વારા એડવાન્સ પોસ્ટલ ટેકનોલોજી એપ્લિકેશનનો આજથી રાજ્યવ્યાપી પ્રારંભ કરવામાં આવ્યો હતો.વડોદરા પશ્ચિમ વિભાગની ફતેગંજ પોસ્ટ ઓફિસ ખાતે વડોદરા રિજનના પોસ્ટ માસ્ટર જનરલ દિનેશકુમાર શર્મા, પશ્ચિમ વિભાગના સિનિયર સુપરિન્ટેન્ડન્ટ ટી.એન. મલેક અને પોસ્ટ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.વડોદરા પશ્ચિમ ડિવિઝનની ફતેગંજ હેડ પોસ્ટ ઓફિસ , 45 સબ પોસ્ટ ઓફિસો તથા 258 બ્રાંચ પોસ્ટ ઓફિસોમાં પણ આ એપ્લિકેશનનું સફળ અમલ કરવામાં આવશે.આઇટી 2.0 અંતર્ગત તૈયાર કરવામાં આવેલ આ નવી સિસ્ટમ ગ્રાહકો માટે વધુ ઝડપી, સુરક્ષિત અને સરળ સેવા અનુભવ લાવશે.

Related posts

યુનિયન બજેટ F.Y. 2026–27 વિષયક સેમિનારનું આયોજન

admin

વડોદરા શહેરના પંચમુખી હનુમાનજી મંદિર નજીક દબાણ શાખાની ટીમ દ્વારા દબાણ દૂર કરવામાં આવ્યા

admin

વડોદરાઃ કેનેડામાં વિઝા અને જોબ અપાવવાના નામે ફતેગંજમાં ઓફિસ ધરાવતા આકાશે એક યુવક પાસેથી રૃપિયા ખંખેરી લેતાં પોલીસે ચાર વર્ષ બાદ તેને ઝડપી પાડયો

admin

Leave a Comment