32.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

યુનિયન બજેટ F.Y. 2026–27 વિષયક સેમિનારનું આયોજન

સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર ઑફ ટેક્સ કન્સલ્ટન્ટ્સ (CGCTC), વડોદરા દ્વારા ડિપાર્ટમેન્ટ ઓફ એકાઉન્ટિંગ એન્ડ ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ, ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા સાથે સંયુક્ત રીતે F.Y. 2026–27 ના યુનિયન બજેટના વિશ્લેષણ વિષયક વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

દીપ પ્રગટાવી સેમિનારનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને તમામ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય ટેક્સ નિષ્ણાત, લોકપ્રિય લેખક અને વક્તા શ્રી મુકેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય નિષ્ણાત વક્તાઓમાં

  • CA શ્રી જગદીશભાઈ ઠક્કર
  • શ્રી સંજયભાઈ સારસ્વત (પૂર્વ રેવન્યુ અધિકારી)
  • શ્રી દેવાંશભાઈ શાહ

ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમમાં રાજમાતા શુભાંગીની દેવી ગાયકવાડ, એમ.એસ. યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉ. ભાલચંદ્ર ભણકે, કોમર્સ ફેકલ્ટીના ડીન પ્રજ્ઞેશ શાહ તેમજ વિવિધ ફેકલ્ટીના ડીનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

આ સત્ર દ્વારા વિવિધ નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ યુનિયન બજેટને વિગતવાર સમજવાની ઉત્તમ તક પ્રાપ્ત થઈ, જે ટેક્સ પ્રોફેશનલ્સ, વિદ્યાર્થીઓ તથા ઉદ્યોગજગત માટે ખૂબ ઉપયોગી સાબિત થશે. મોટી સંખ્યામાં ફેકલ્ટીના વિદ્યાર્થીઓ પણ આ સેમિનારમાં ઉપસ્થિત રહ્યા હતા.

https://youtu.be/okZrVoDsa2w

Related posts

સમસ્ત સરગરા સમાજ યુવા એકતા મંડળ દ્વારા હોળી ના પર્વ નિમિત્તે રાજસ્થાની ગેર નૃત્ય

admin

વારસિયા ખાતે બહેરાણા સાહેબની ભવ્ય શોભાયાત્રા નીકળી

admin

નર્સને લગ્ન ની લાલચ આપી દુષ્કર્મ

admin

Leave a Comment