Genius Daily News
કવાંટછોટાઉદેપુર જિલ્લો

કવાંટ તાલુકાના રાયસીંગપુરા પ્રાથમિક શાળાના શિક્ષકની બદલી થતાં આદિવાસી પરંપરા સાથે વિદાય આપી.

શિક્ષકો ની બદલી થતાં ગ્રામજનો દ્વારા આદિવાસી ઢોલ નગારા સાથે અનોખો વિદાય કાર્યક્રમ.

કવાંટ તાલુકાના રાયસીંગપુરા પ્રાથમિક શાળામાં છેલ્લા ૨૦ વર્ષથી હિતેશભાઈ પટેલ અને સંગીતાબેન પટેલ શિક્ષક દંપતી કાર્યરત હતા. જેઓની નસવાડી તાલુકામાં બદલી થતાં ગ્રામજનો દ્વારા અનોખો વિદાય સમારંભ યોજવામાં આવ્યો.
મુળ નવસારી જિલ્લાના વાંસદા ના વતની શિક્ષક હિતેશભાઈ પટેલ અને સંગીતાબેન પટેલ વર્ષ-૨૦૦૫માં શિક્ષક તરીકે ફરજમાં જોડાયા હતા. જેઓનું ૨૦ વર્ષ બાદ બદલી થતા રાયસીંગપુરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ,ગ્રામજનો દ્વારા આદિવાસી પાઘડી-કોટી અને પહેરવેશથી તીર કામઠા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. ૨૦ વર્ષની શૈક્ષણિક કામગીરીની ગ્રામજનો દ્વારા પ્રશંસા સાથે બાળકોને શિક્ષણ આપવા બદલ અનુભવો જણાવ્યા અને આભાર વ્યક્ત કરવામાં આવ્યો. અંતે આદિવાસી ઢોલ, વાજિંત્રો સાથે નૃત્ય કરી લાગણી સભર વિદાય આપવામાં આવી.
આ પ્રસંગે રાયસિંગપુરા પ્રાથમિક શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને પ્રદેશ ભાજપ યુવા મોરચા ઉપપ્રમુખ મુકેશભાઈ રાઠવા, વિદ્યાર્થી અને જિલ્લા પંચાયતના સદસ્ય સુરતનભાઈ રાઠવા, રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘના મહામંત્રી વિજયભાઈ સોલંકી, તનસિગભાઈ રાઠવા, શનિયાભાઈ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

આશરો સેવા ફાઉન્ડેશન દ્વારા છોટાઉદેપુર તાલુકાના ઓડ ગામે 200 બાળકોને રેનકોટ છત્રી તેમજ બિસ્કીટ ચોકલેટ તેમજ અપંગ વ્યક્તિને ધોળી નું વિતરણ કરવામાં આવ્યું

admin

છોટાઉદેપુર નગરમાં પહેલી વખત સ્નૂકર પૂલ ગેમ અને કેફેનું ઉદ્ઘાટન છોટાઉદેપુર લોકસભાના સાંસદ અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં કરાયું.

admin

નસવાડીના યુવા સરપંચની પ્રશંસનીય કામગીરી – સોની બજારમાં ગટરની સમસ્યાનું રાતોરાત નિરાકરણ

admin

Leave a Comment