શ્રાવણ મહિનાનાં દ્વિતીય સોમવારે છત્રિયાળા ગામે બિરાજમાન ભીમનાથ મહાદેવ મંદિરે શિવભક્તોનો જમાવડો જોવા મળ્યો હતો.ભીમનાથ મહાદેવ મંદિરે શિવભક્તો દ્વારા વહેલી સવારે 4 વાગ્યે દર્શન માટે દ્વાર ખોલવામાં આવ્યાં હતા.દર્શન ખુલતાની સાથે જ શિવભકતોની દર્શન માટે લાંબી લાઈનો લાગી હતી.હર હર મહાદેવના નાદ સાથે સમગ્ર વાતાવરણ શિવમય બન્યું હતું.ભીમનાથ મહાદેવને અદભૂત શણગાર અને પ્રાંત આરતીનો લાભ લઈ ભાવીકો ધન્ય બન્યાં હતાં.ભીમનાથ મહાદેવ મંદિરનાં પુજારી દ્વારા ભાવીકોને શાંતિપૂર્ણ દશઁન કર્યો બાદ શાસ્ત્રી મેહુલભાઈ દવે દ્વારા રુદ્રાભિષેક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ભીમનાથ મહાદેવની મધ્યાહન મહાઆરતી કરવામાં આવી હતી.જેનો હજારો શિવભક્તોએ લાભ મેળવીને કૃતાર્થ થયાં હતા.
રિપોર્ટર : ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર

